રાજુલા ભેરાઈ રોડ ઉપર ૧૧ વર્ષની બાળા પર દીપડાનો હુમલો
માથાના ભાગે ગંભીર ઇજાવો થતાં રાજુલા સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ…
વન વિભાગ દ્વારા તાકીદે પાંજરું મૂકી પકડવા કવાયત હાથ ધરી
રાજુલા શહેરમાં દીપડાઓ હુમલાઓ થતા શહેરીજનોમાં ભય નો માહોલ
રાજુલા શહેરમાં ભેરાઈ રોડ ઉપર અનેક સોસાયટીઓ આવેલી છે અહીંથી સવારથી સાંજ સુધીમાં હજારો લોકો આવન જાવન કરી રહ્યા છે ત્યારે આ રાજુલા રોડ ઉપર આજે દીપડા એક ૧૧ વર્ષની બાળા ઉપર હુમલો કરતા શહેરીજનોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે અને બાળાને સારવાર માટે રાજુલા સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી
જાણવા મળતી વિગત મુજબ રાજુલા ભેરાઈ રોડ ઉપર આવેલ ગણપતિ મંદિર પાસે રહેતી કિરણબેન કનુભાઈ શિયાળ ઉંમર વર્ષ ૧૧ આજે સાંજના ૬:૩૦ વાગ્યાના સુમારે એક દીપડાએ તેની ઉપર હુમલો કરતા માથાના ભાગે ગંભીર ઇજાઓ થવા પામી હતી જેને તાત્કાલિક અસરથી રાજુલા સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી તેને બચાવવા જતા તેના પિતા ને પણ સામાન્ય ઇજાઓ કરી હતી રાજુલા સિવિલમાં લાવવામાં આવતા વન વિભાગ તેમજ ડોક્ટર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી
ઘટનાની જાણ ધારાસભ્ય હીરાભાઈ સોલંકી ને થતા તાત્કાલિક અસરથી વન વિભાગને ઉચ્ચ સ્તરે રજૂઆત કરતા વન વિભાગ દ્વારા જે સ્થળે ઘટના બની છે ત્યાં પાંજરું મૂકી અને દીપડાને પકડવા માટે કવાયત હાથ ધરવામાં આવી હતી
નોંધનીય બાબત છે કે થોડા સમય પહેલા સુખનાથ મહાદેવના સાનિધ્યમાં ખાણ વિસ્તારમાં પણ દીપડાવો હોવાને માહિતી મળી હતી ત્યારે આજે રાજુલા શહેરના પોસ્ટ વિસ્તારમાં દીપડાએ હુમલો કરતા રાજુલાના શહેરીજનોમાં ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો છે ત્યારે હવે વન વિભાગ દ્વારા આ દીપડો પકડવા માટે કવાયત હાથ ધરી છે ત્યારે દીપુડો પકડાય તેવી શહેરીજનો ઈચ્છા રાખી રહ્યા છે…