રાજુલા માં રામનવમી ઉજવણી કરવામાં માટે રાજુલાની જનતાનો અનેરો થનગનાટ….
રાજુલામાં આ વર્ષે રામ જન્મ મહોત્સવની ઉજવણી ના ભૂતો ના ભવિષ્ય જેવી યાદગાર બનશે અદભુત રામ ઉત્સવ ઉજવાશે
રાજુલા શહેર માં અયોધ્યામાં રામ મંદિર બન્યા બાદ આ પ્રથમ રામનવમીની ઉજવણી એટલે રાજુલા જ બનશે મીની અયોધ્યા ધામ….
રામ નવમી નો રામ ઉત્સવ ઉજવવા વિશ્વહિન્દુ પરિષદ બજરંગદળ અને ચેમ્બર ઓફ કોમર્સ તેમજ વિવિધ ધાર્મિક સંગઠનો તેમજ વેપારી આગેવાનો સતત ૩૦ દિવસથી રાત દિવસ તડા માર તૈયારીઓ કરે રહ્યા છે રાજુલા શહેર માં રામનવમી ની
જૂની કમિટી બદલતા આ નવી કમિટી દ્વારા આ વર્ષે વિવિધ સંસ્થાઓ કાર્યકરોની દરરોજ રાત્રે મીટીંગ યોજવામાં આવે છે નવા નવા આયોજનો પણ કરવા આવ્યા છે ક્યારેય ન વિચાર્યું હોય તેવા વિવિધ ફ્લોટ યોગી આદિત્યનાથ નો કલાત્મક ભવ્ય મૂર્તિ નો ફ્લોટ જેસીબી માં બનાવવામાં આવશે
૫૧ કન્યાઓ દ્વારા ૨૦ જેટલા ટ્રેક્ટર માં રામાયણ બતાવવામાં રાજકોટ થી કન્યાઓ ટીમ સાથે આવશે રાજુલા શહેર આમ તો અત્યારથી જ અયોધ્યામય બની ગયું છે જ્યાં જુઓ ત્યાં રીક્ષા ટેમ્પા ફોરવીલ રામ લલ્લાના ગીતો વાગતા જોવા મળે છે આખા રાજુલામાં અયોધ્યા ઉત્સવ ક્યારે આવે તેની રાહ જોવાઇ રહી છે
રામ જન્મ મહોત્સવ ઉજવવા બજરંગ દળ તથા વિશ્વ હિન્દુ પરિષદ તથા ચેમ્બર ઓફ કોમર્સ તેમજ યુવાનો ની ટીમ દ્વારા ડોર ટુ ડોર બેઠક આયોજન માટે રાખવામાં આવે છે રાજુલા શહેર ના વેપારી ઓ પોતપોતાના ધંધાઓ પણ બંધ કરી રામ ઉત્સવના કામે લાગી ગયા છે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ચેમ્બર ઓફ કોમર્સ સહિત વિવિધ હિન્દુ સંસ્થાઓ દ્વારા આ ભગીરથ કાર્ય કરવાનો પ્રારંભ રાજુલા શહેરને ધજા પતાકડા ભવ્ય રીતે શણગારી દેવામાં આવ્યું અને માર્કેટિંગ યાર્ડ પાસે શહેરમાં શહીદ શોક ૨૫ ફૂટના સ્થંભ ઉપર થાંભલા ઉપર કેસરી ધજારોહણ કરવામાં આવ્યું હતું તેમજ ગઈકાલે રાજુલાનું મુખ્ય આકર્ષણનું કેન્દ્ર એવો મોહન ટાવર લાઈટોથી શણગારવામાં આવ્યો છે અને કલાત્મક લાઇટો લગાડવામાં આવી છે ૨૫ જેટલા મોટા ઠેર ઠેર શ્રી રામ ભગવાનના હોડીંગ લગાડવામાં આવ્યા છે જે શહેરમાં લોકો આવતા આકર્ષણનું કેન્દ્ર બન્યું છે આ રથયાત્રામાં સ્પેશિયલ બાળકો દ્વારા રામાયણ આખી બાળકો દ્વારા શણગારી અને ૨૦ ટ્રેક્ટર માં ફલોટ રામ જન્મથી સંપૂર્ણ રામાયણ બતાવવામાં આવશે અને તેની તૈયારીઓ અગાઉથી કરી દેવામાં આવેલ છે રથયાત્રાનું જોવાલાયક રામાયણનું પાત્ર બનશે બીજી તરફ ડીજે તેમજ અન્ય ફલોટ તેમજ ૨૦ જેટલા ઠંડા પીણા શેરડીનો રસપાવ ભેળ લસ્સી સોડા રસ સહિતના રસ્તા પર સ્ટોલ શહેરમાં મૂકવામાં આવેલ છે પોલીસ સ્ટેશન સામે સેલ્ફી પોઇન્ટ મોબાઈલ માં ફોટા પાડવા માટે પણ મૂક્યો છે જેથી લોકોને પણ કોઈ જાતની મુશ્કેલી પડે નહીં આ રથયાત્રાનો પ્રારંભ બપોરના ૦૩:૩૦ કલાકે જુના સ્વામિનારાયણ મંદિર થી નીકળી હવેલી ચોક તથા પોલીસ સ્ટેશન વિસ્તાર ટાવર વિસ્તાર બસ સ્ટેન્ડ ચોક થઈ જાફરાબાદ રોડઅને જલારામ મંદિરે પૂરી થશે આ રથયાત્રામાં યુવાનો પણ કેસરી સાફા માંઅને કેસરી ધજા માં જોવાલાયક હશે અને શ્રીરામ ભગવાનનો રથ પણ કલાત્મક અને આકર્ષક બનાવવામાં આવ્યો છે જેમાં શ્રીરામ ભગવાનને બેસાડવામાં આવશે ડીજે ના ભગવાન શ્રીરામ ના ગીત સાથે અને લોકો અબીલ ગુલાલ થી રંગાઈ જશે આ રથયાત્રા નો ઉત્સાહ જેટલો શહેરમાં છે તેટલો જ ઉત્સાહ રાજુલા જાફરાબાદ ટીંબી નાગેશ્રી ના ગામડામાં યુવાનોમાં મળી રહ્યો છે રાજુલા ઉદ્યોગિક હોવાથી અને રામ નવમી ની રજા હોવાથી આંતરરાષ્ટ્રીય મજૂરો કર્મચારીઓ પણ રામ મહોત્સવ આ જોવા ઉમટી પડશે રામ ઉત્સવના રાજુલા શહેર પણ સવારથી સજ્જડ બંધ રહેશે તેવું પણ વેપારી સાથે મિટિંગમાં નક્કી થયું છે અને તેના માટે આમંત્રણો પણ પાઠવી દીધા છે આ રથયાત્રામાં શ્રીરામ ભગવાનની પૂજા ફુલહાર હીરાભાઈ સોલંકી દ્વારા પણ કરવામાં આવશે પૂર્વ ધારાસભ્ય અમરીશભાઈ ડેર પણ આ અશોક યાત્રામાં જોડાશે જોડાશે ભાજપના આગેવાન રવુભાઈ ખુમાણ પણ રામ ઉત્સવ જોરદાર સફળ થાય તે માટે ભાજપના યુવાનો પણ કામગીરી તડામાર કરી રહ્યા છે તેમાં રાજુલા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ યુવરાજભાઈ તથા તેમની ટીમ તથા બજરંગ દળ પ્રમુખ ગૌરાંગભાઈ મહેતા તથા તેમની ટીમ આગેવાન જેડી ભાઈ સહિત જોરદાર તૈયારીઓ કરી રહ્યા અને હજારો ની સંખ્યા માં લોકો ઉમટી પડશે આ કાર્યક્રમ માં ઉપસ્થિત રહેવા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ તથા ચેમ્બર ઓફ કોમર્સ તથા ભાજપ ભારતીય જનતા સહિતના તમામ સંસ્થાઓ દ્વારા આ ઉત્સવમાં રામલલ્લા દર્શન નો લાભ લેવા અને ઉપસ્થિત રહેવા જાહેર આમંત્રણ છે….