રાજુલા શહેર માં મનમાં આવે ત્યાં દબાણ કરો કોઈ પૂછવા વાલુ જ નથી ?
રાજુલા શહેર માં છેલ્લા ધણા સમય થી સાવ ધણીધોરી વગર નું હોય તેમ ચાલી રહ્યું છે કોઈ પૂછવા વાળું જ નથી કોઈ સાંભળવા વાળું નથી….
રાજુલા શહેર માં રિલાયન્સ ટ્રેન્સ ની બાજુમાં રોડ પર પીજીવીસીએલ દ્વારા પોલ ઉભો કરવામાં આવ્યો જ્યાં ટી.સી ઉભી કરવા માટે રોડ વચ્ચે જ પોલ રાખવામાં આવતા રોડ ઉપર પસાર થતા લોકોને પડશે મુશ્કેલી એક બાજુ સરકાર રોડ ખુલ્લા કરવા ડિમોલિશન કરી રહી છે ત્યારે આ રોડની વચ્ચે ઈલેક્ટ્રીક પોલ નાખવા માટેની કોની મંજૂરી ? તેવી જ રીતે રાજુલા શહેરમાં જૂની પોસ્ટ ઓફિસ ની સામે બજાજ ફાઇનાન્સ ની નીચે જાહેર માર્ગ પર લોખંડની મોટી સીડી ઉપરના માળે જવા માટે ઊભી કરવામાં આવી તે પણ મુખ્ય માર્ગ પર તો શું રાજુલા નગરપાલિકાએ આવી કોઈ મંજૂરી આપી છે ખરી ?
જો આ બંને બાબતોએ રાજુલા નગરપાલિકા ગંભીર નોંધ નહીં લે તો આ બાબતે રાજુલા શહેરમાંથી વિવિધ જગ્યાએથી વિરોધ-વંટોળો ઉભો થશે તેની જવાબદારી રાજુલા નગરપાલિકા ની રહેશે આવું રાજુલા શહેરમાં લોક મુખે ચર્ચાઇ રહ્યું છે