રાજુલા શ્રી પરશુરામ ગ્રુપ આયોજિત શ્રી પરશુરામ ભગવાનના પ્રાગટ્ય દિવસે વિવિધ કાર્યક્રમ યોજાયા



સમગ્ર દેશમાં ભગવાનશ્રી પરશુરામના પ્રાગટ્ય દિવસ ઉજવવા માટે થનગની રહ્યો હતો ત્યારે પહેલગામે બનેલી દુઃખદ ઘટનાને ધ્યાનમાં લઈને સમગ્ર ગુજરાતમાં ભગવાનશ્રી પરશુરામ પ્રાગટ્ય દિવસ જે શોભાયાત્રા સહિતના વિવિધ કાર્યક્રમો નક્કી કરવામાં આવેલા હતા તે તમામ કાર્યક્રમ સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા બંધ રાખવામાં આવ્યા અને આજે ભગવાનશ્રી પરશુરામના પ્રાગટ્ય દિવસ નિમિત્તે રાજુલા તાલુકા બ્રહ્મસમાજ દ્વારા આજે રાજુલા બ્રહ્મસમાજ કોમ્યુનિટી હોલ ખાતે આજે ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ જેમાં સાંજના સમયે ભગવાનશ્રી સત્યનારાયણની કથા રાખવામાં આવેલી છે ત્યારબાદ ભગવાનશ્રી પરશુરામદાદા ની આરતી ઉતારવામાં આવેલી અને ત્યારબાદ સમગ્ર બ્રહ્મ સમાજના માતાઓ બહેનો યુવાનો દ્વારા બે મિનિટનું મૌન રાખી ગાયત્રી ચાલીસા બોલીને મૃતકો ના આત્માને ભગવાન શાંતિ આપે તેવી પ્રાર્થના સાથે શ્રદ્ધાંજલિ આપેલી આ કાર્યક્રમને સફળ બનાવવા રાજુલા સમસ્ત ના પ્રમુખશ્રી ભાનુ દાદા રાજગોર મનોજભાઈ વ્યાસ ભરતભાઈ મહેતા પ્રહલાદભાઈ જાની કનકભાઈ જાની ભરતભાઈ જાની સંજીવભાઈ જોશી જીતેન્દ્રભાઈ તેરૈયા જયેશભાઈ ત્રિવેદી પ્રફુલ દાદા રાજ્યગુરુ પરશુરામ યુવા ગ્રુપ સમસ્ત બ્રહ્મ સમાજ સમસ્ત બ્રહ્મ સમાજ કર્મચારી મંડળ સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા ગ્રુપ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું