Wednesday, December 25, 2024

REGISTRATION NUMBER.: RNI - GUJGUJ/2009/30934

રાજ્યની 54 હજારથી વધુ સ્કૂલોમાં આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ

  • નવા વર્ષના પ્રારંભે પ્રાથમિક શાળાઓમાં સત્તાવાર બાલવાટિકાઓ શરૂ થશે
  • 35 દિવસથી સૂમસામ પડેલા કેમ્પસો ભૂલકાઓના કિલ્લોલથી ગૂંજી ઊઠશે
  • પ્રાથમિક શાળમાં પ્રથમવાર સત્તવાર રીતે બાલવાટિકાનો પણ પ્રારંભ થશે

રાજ્યની સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી પ્રાથમિક તેમજ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક મળી અંદાજે 54 હજારથી વધુ સ્કૂલોમાં 5 જૂનને સોમવારથી નવા શૈક્ષણિક વર્ષ-2023-24નો પ્રારંભ થશે. નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ થતાં 35 દિવસથી સૂમસામ પડેલા સ્કૂલોના કેમ્પસ ભુલકાઓના અવાજથી ગૂંજી ઊઠશે. આ વખતે રાજ્યની સ્કૂલોમાં ધોરણ.1થી 5ની સાથે બાલવાટિકાનો પણ સત્તાવાર પ્રારંભ થશે. પ્રથમવાર રાજ્યની સ્કૂલોમાં ધો.1માં 6 વર્ષની વયધરાવતા બાળકોનો પ્રવેશ થશે. 5થી 6 વર્ષ સુધીના બાળકોને બાલવાટિકામાં પ્રવેશ અપાશે.

રાજ્યની રાજ્યની સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી મળીને અંદાજે 43 હજાર જેટલી પ્રાથમિક શાળાઓ તેમજ 11,400થી વધુ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી હાઈસ્કૂલ મળી 54 હજાર જેટલી સ્કૂલોમાં 1લી મેથી 35 દિવસનું સ્કૂલોમાં ઉનાળુ વેકેશન જાહેર કરવામાં આવ્યું હતું. જે મુજબ 4 જૂનને રવિવારના રોજ ઉનાળુ વેકેશન સમાપ્ત થતાં સોમવારથી નવા વર્ષનો પ્રારંભ થશે. વર્ષ-2022-23માં 13મી જૂનથી સત્રનો પ્રારંભ થયો હતો. જેની સરખામણીએ વર્ષ-2023-24માં 8 દિવસ વહેલું સત્ર શરૂ થશે. નવા શૈક્ષણિક વર્ષમાં 9મી નવેમ્બરથી દિવાળી વેકેશન આપવાનું આયોજન કરાયું છે. જેથી પ્રથમ સત્રમાં 5મી જૂનથી 8મી નવેમ્બર દરમિયાન શિક્ષણકાર્ય માટે કુલ 125 દિવસની ફાળવણી કરવામાં આવી છે. એ પછી 9 નવેમ્બરથી 29 નવેમ્બર સુધી 21 દિવસનું દિવાળી વેકેશન અને 30મી નવેમ્બરથી બીજા સત્રનો પ્રારંભ થશે. આમ બીજા સત્રમાં 30 નવેમ્બરથી 5મી મે સુધી શિક્ષણકાર્ય માટે કુલ 125 દિવસ નક્કી કરવામાં આવ્યાં છે.

ઉલ્લેખનીય છે કે, નવી શિક્ષણનીતિના ભાગરૂપે આ વખતે ગુજરાતના શાળાકીય માળખામાં પણ મોટો ફેરફાર કરાયો છે. જેમાં ધોરણ.1માં પ્રવેશની વયમર્યાદા 5 વર્ષથી વધારીને 6 વર્ષ કરવામાં આવી છે. જેના કારણે 6 વર્ષથી ઓછી અને 5 વર્ષની વધુ વય ધરાવતાં બાળકોને બાલવાટિકામાં પ્રવેશ આપવાની જોગવાઈ કરાઈ છે. જેના અનુસંધાને આ વખતે રાજ્યની પ્રાથમિક શાળમાં પ્રથમવાર સત્તવાર રીતે બાલવાટિકાનો પણ પ્રારંભ થશે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,906FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles