Thursday, December 26, 2024

REGISTRATION NUMBER.: RNI - GUJGUJ/2009/30934

રાજ્યમાં કમોસમી વરસાદનું કારણ આવ્યું સામે

  • 2-3 દિવસમાં વરસેલો વરસાદ સી.બી ક્લાઉડનું પરિણામ
  • અષાઢી બીજ પહેલા જ અમદાવાદમાં વરસ્યો ઝંઝાવાતી વરસાદ
  • 2015 પછી ઉનાળામાં પહેલી વખત વ્યાપક વરસાદ

રાજ્યમાં કમોસમી વરસાદ પાછળ ગ્લોબલ વોર્મિંગ જવાબદાર છે. જેમાં અષાઢી બીજ પહેલા જ અમદાવાદમાં ઝંઝાવાતી વરસાદ વરસ્યો છે. ત્યારે રવિવારે સવારે વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો હતો. તેમાં 2015 પછી ઉનાળામાં પહેલી વખત વ્યાપક વરસાદ આવ્યો છે.

2-3 દિવસમાં વરસેલો વરસાદ સી.બી ક્લાઉડનું પરિણામ

2-3 દિવસમાં વરસેલો વરસાદ સી.બી ક્લાઉડનું પરિણામ છે. જેમાં ગરમીના કારણે 6થી 8 કિમીની ઉંચાઈ પર વાદળો રચાય છે. તેમજ 100 થી 250 કિમીનો ઘેરાવો ધરાવતા વાદળો તોફાની વરસાદ આપે છે. તથા સી.બી ક્લાઉડનું આયુષ્ય માત્ર 2 થી3 કલાકનું જ હોય છે. તેમજ આ પ્રકારના ક્લાઉડ ગ્લોબલ વોર્મિંગનું પરિણામ છે.

ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

વરસાદી ટર્ફને લીધે કેટલાક વિસ્તારોમાં વરસાદ રહેશે. તથા ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. સાથે જ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં વરસાદની આગાહી છે. તેમજ પાટણ, મહેસાણા, મોડાસા સહિતના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આગામી 7 જૂને અરબી સમુદ્રમાં હવાનું હળવું દબાણ સર્જાતા તે વાવાઝોડામાં પરિવર્તિત થશે. જેની શરૂઆતની દિશા મુંબઈ અને રત્નાગિરી હોવાની શક્યતા છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,906FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles