- રાજ્યના 8 શહેરોમાં 40 ડિગ્રી કે તેથી વધુ તાપમાન
- મોટા ભાગના વિસ્તારમાં ગરમીનો પારો 40 થી 41 ડિગ્રી
- ઉત્તર ગુજરાતમાં કમોસમી સામાન્ય વરસાદ પડશે
રાજ્યભરમાં ગરમીનો પ્રકોપ યથાવત છે. જેમાં રાજ્યના 8 શહેરોમાં 40 ડિગ્રી કે તેથી વધુ તાપમાન છે. તેમજ અમદાવાદમાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું છે. સાથે જ ગાંધીનગરમાં 41.01 ડિગ્રી તાપમાન રહ્યું છે. તથા અમરેલીમાં 42.01 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
ઉત્તર ગુજરાતમાં કમોસમી સામાન્ય વરસાદ પડી શકે છે
સુરેન્દ્રનગર, કચ્છમાં 42 ડિગ્રી તાપમાન સાથે સુરતમાં ગરમીનું તાપમાન 41.03 ડિગ્રી તથા વડોદરામાં 40 ડિગ્રી, ભાવનગરમાં 40 ડિગ્રી તાપમાન છે. અને 4 અને 5 જૂને અમદાવાદમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સાંજે પવનની ગતિ 30 થી 40 કિમી રહેશે. તેમજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી પવનોની ગતિમાં વધારો થશે. તેમજ મોટા ભાગના વિસ્તારમાં ગરમીનો પારો 40 થી 41 ડિગ્રી રહેશે. ઉત્તર ગુજરાતમાં કમોસમી સામાન્ય વરસાદ પડી શકે છે.
મોટા ભાગના વિસ્તારમાં ગરમીનો પારો 40 થી 41 ડિગ્રી
મોટા ભાગના વિસ્તારમાં ગરમીનો પારો 40 થી 41 ડિગ્રી રહેશે. તથા બે દિવસ બાદ ગરમીમો પ્રકોપ વધી શકે છે. રાજ્યમાં હવામાન વિભાગે વરસાદની આગાહીની સાથે ગરમીની પણ આગાહી કરી છે. રાજ્યમાં ફરી તાપમાન વધારો થવાની સંભાવના છે. રાજ્યમાં અમદાવાદ સહિત અનેક જગ્યાએ બે દિવસ કમોસમી વરસાદ પડ્યો હતો. અમદાવાદ શહેરમાં ગાજવીજ અને કરા સાથે વરસાદ વરસ્યો હતો. શહેરમાં કમોસમી વરસાદના કારણે તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો હતો અને લોકોને ગરમીથી રાહત મળી હતી. જો કે રાજ્યમાં ફરી એકવાર તાપમાન વધશે તેવી આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં તાપમાનનો પારો 40 ડિગ્રી આસપાસ રહે તેવી સંભાવના. આ કારણે આજે અને 4 -5 જૂને અમદાવાદ શહેરમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.