- પવનની ગતિ 40 થી 50 કિમી પ્રતિ કલાક રહેશે
- દ. ગુજરાત અને દ. સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી
- સુરત, વલસાડ, નવસારી, તાપીમાં વરસાદ રહેશે
રાજ્યમાં 5 દિવસ વરસાદની આગાહી છે. જેમાં દ.ગુજરાત અને દ.સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમાં સુરત, વલસાડ, નવસારી, તાપીમાં વરસાદ રહેશે. સાથે જ ડાંગ, ભરુચ, રાજકોટ, પોરબંદરમાં પણ વરસાદ આવવાની શક્યતા છે.
અમદાવાદ અને ગાંધીનગરમાં છુટોછવાયો વરસાદ
અમદાવાદ અને ગાંધીનગરમાં છુટોછવાયો વરસાદ વરસી શકે છે. વાવાઝોડુ દરિયામાં પોરબંદર પાસે પહોચશે. દરિયાકાંઠે હાલમાં પવનની ઝડપ વધુ છે. 130 કીમીની ઝડપે પવન ફૂંકાઈ રહ્યા છે. રાજ્યમાં બે દિવસ બાદ પવનની ગતિ વધશે. પાંચ દિવસ તાપમાનમાં કોઈ બદલાવ નહીં થાય. 40 ડિગ્રી આસપાસ તાપમાન રહી શકે છે. રાજ્યમાં પાંચ દિવસ ઠંડરસ્ટ્રોમ એક્ટિવિટી રહી શકે છે.
પવનની ગતિ 40 થી 50 કિમી પ્રતિ કલાક રહેશે
અમરેલી, ગીર સોમનાથ, ભાવનગરમાં વરસાદ રહેશે. જેમાં પવનની ગતિ 40 થી 50 કિમી પ્રતિ કલાક રહેશે. 10 જૂને સુરત, નવસારી, ડાંગ, વલસાડ, નર્મદા, ભરૂચ, તાપી, અમરેલી, ગીરસોમનાથ, ભાવનગર અને દીવમાં વરસાદ પડવાની શક્યતા છે. જ્યારે 11 જૂને સુરત, નવસારી, ડાંગ, વલસાડ, નર્મદા, ભરૂચ, તાપી, અમરેલી, ગીરસોમનાથ, ભાવનગર અને દીવમાં વરસાદની આગાહી છે.
20 થી 25 જૂનની આસપાસ ચોમાસું બેસે તેવી શક્યતા
રાજ્યમાં 20 થી 25 જૂનની આસપાસ ચોમાસું બેસે તેવી શક્યતા છે. રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ રહેશે. રાજ્યમાં છૂટોછવાયો સામાન્ય વરસાદ રહેવાનુ પણ હવામાન વિભાગ દ્વારા જણાવાયું છે. પવનની દિશા બદલાતા અને વાવાઝોડાની અસર હેઠળ વરસાદી માહોલ રહેશે.