- કલેકટરે મામલતદાર પાસે જવાબ માંગતા તંત્ર દોડતું થયું
- ભરેલી રીક્ષા પકડી મામલતદાર કચેરીએ લાવી કાર્યવાહી હાથ ધરી
- ચણા તુવેર દાળ ચોખા વિગતે પણ મસમોટા ભાવે વેચાણમાં આવે છે
રાણપુરની રેશનની દુકાનનું અનાજ પગ કરી જવાનો મામલો ઉજાગર થવાના પગલે બોટાદ જિલ્લા કલેકટરે રાણપુર મામલતદારને તાબડતોબ બોટાદ બોલાવી તાત્કાલિક કાર્યવાહી કરવાનો અહેવાલ રજૂ કરવાનું કહેતા રાણપુર મામલતદાર કે કે વાળા બોટાદથી રાણપુર આવતા હતા ત્યારે સરકારી અનાજ ભરેલી રીક્ષા રાણપુર બોટાદ મીલેટરી રોડ પર અળવ ગામના પાટીયા પાસે રેશનના ઘઉં ચોખા તુવેર દાળ ચણા વગેરે ભરેલી રીક્ષા પકડી મામલતદાર કચેરીએ લાવી કાર્યવાહી હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે રાણપુરની રેશનની દુકાનો માંથી ગરીબ લોકોનું અનાજ પગ કરી જાય છે. રેશનના ઘઉં રૂ 360થી 400 રૂપિયામાં 20 કિલો ખરીદી ૬થી 7 રૂપિયા પ્રતિ મણ મશીનમાં સાફ્ કરાવી બોટાદ માર્કેટિંગ યાર્ડમાં રૂપિયા 600થી 650 માં વેચાણ કરવામાં આવે છે તથા ચણા તુવેર દાળ ચોખા વિગતે પણ મસમોટા ભાવે વેચાણમાં આવે છે. આ પંથકમાં ચાલી રહેલા ગોરખ ધંધા અને ષડયંત્ર અંગે કલેકટરે હુકમ કરતા રાણપુર મામલતદાર સફળા જાગી બોટાદનીઆજે જ રીક્ષા પકડી પાડીને કાર્યવાહી હાથ ધરી હતી.