- આરોપી વચગાળાના જામીન પર બહાર આવીને ફરાર થઈ ગયો હતો
- આરોપી ઈમરાન અજમેરીને પરત સાબરમતી જેલમાં મોકલવાની તજવીજ
- આરોપીને વેજલપુર એપીએમસી માર્કેટ પાસે મેટ્રોના બ્રિજ નીચેથી ઝડપી પાડયો
2.50 કરોડથી વધુના ડ્રગ્સના કેસમાં જેલમાં રહેતા આરોપીએ વચગાળાના જામીન મેળવી ફરાર થઈ ગયો હતો. જો કે પોલીસની ટીમે બાતમીના આધારે આરોપીને વેજલપુર એપીએમસી માર્કેટ પાસે મેટ્રોના બ્રિજ નીચેથી ઝડપી પાડયો છે. સાથે જ આરોપીને પરત સાબરમતી જેલમાં મોકલી આપવાની તજવીજ હાથધરી છે.
વેજલપુરમાં પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી તે સમયે બાતમી મળી હતી કે, 2.50 કરોડથી વધુના ડ્રગ્સના કેસમાં જેલમાં રહેતો આરોપી ઈમરાન અજમેરી જેલમાંથી વચગાળાના જામીન પર બહાર આવી ફ્રાર થઈ ગયો છે. જે હાલ વેજલપુર એપીએમસી માર્કેટ પાસે મેટ્રોના બ્રીજની નીચે છે. જેના આધારે ક્રાઈમ બ્રાંચની ટીમે તે જગ્યાએ દરડો પાડીને આરોપી ઈમરાન અજમેરીને ઝડપી પાડયો હતો. આરોપીની પૂછપરછ કરતા તે ડ્રગ્સ કેસમાં પકડાયા પછી સાબરમતી જેલમાં કાચા કામના કેદી તરીકે રહેતો હતો. બાદમાં 28 એપ્રિલે વચણાના જામીન પર મુક્ત થયો હતો અને 25 મે ના રોજ પરત જેલમાં હાજર થવાનું હતુ. જો કે જેલમાં જવુ ન હોવાથી તે પોલીસની નજરોથી નાસતો ફ્રતો હતો. ક્રાઈમ બ્રાંચની ટીમે આરોપી ઈમરાન અજમેરીને પરત સાબરમતી જેલમાં મોકલવાની તજવીજ હાથધરી છે.