- સુરતમાં 12મી ફેબ્રુઆરી, 2022ના દિવસે હિન્દુ વિધિથી લગ્ન થયેલા
- ફેમિલી કોર્ટે એક વર્ષ સહજીવન બાદ છૂટાછેડા માંગવાનું કહી અરજી નકારેલી
- કુલિંગ સમયગાળાને માફ્ કરવા અંગેના સુપ્રીમ કોર્ટના ચુકાદાને રજૂ
સુરતનુ એક દંપતિએ લગ્ન કર્યાના એક જ દિવસ બાદ લગ્નને ફેક કરવાના ઈરાદાથી હાઈકોર્ટમાં બે વખત અરજી કરી છે. સૌ પ્રથમ તો આ દંપતિએ સહમતિથી છૂટાછેડા લેવા માટે ફ્મિલી કોર્ટમાં અરજી કરેલી, જે અરજીને ફ્ગાવી દેવાઈ હતી. આ પછી,તેમણે હાઈકોર્ટમાં અરજી કરેલી. 11 જાન્યુઆરીએ હાઈકોર્ટે સુરત ફ્મિલી કોર્ટના હુકમને રદ કરીને નિર્દેશ આપેલો કે લગ્નના એક વર્ષનો સમયગાળો પૂર્ણ થયા બાદ, છુટાછેડાની અરજી પર નિર્ણય લેવામાં આવે. મહત્વનુ છે કે, સુરત ફ્મિલી કોર્ટે હુકમ કરેલો કે હિન્દુ દંપતિને તેના લગ્નના એક વર્ષના ગાળાને પૂર્ણ કર્યા વગર છૂટાછેડા માટે અરજી કરવી મંજૂરી નથી અને અરજીને બે માસ માટે મુલતવી રાખેલી. આ અરજીમાં, તેમણે તેમના છ માસના કુલિંગ સમયગાળાને માફ્ કરવા માટે માગ કરી હતી. જો કે, ફ્મિલી કોર્ટે મુદત આપતા અને સમય જવાના લીધે દંપતિએ ફરી એકવાર અરજી કરી છે અને તેમના છ માસના કુલિંગ સમયગાળાને માફ્ કરવા માટે માગ કરેલી છે. આ કેસમાં મુદત આપવાનો કોઈ હેતુ નથી. તેમના લગ્ન માત્ર એક જ દિવસ ચાલેલા છે. આ બંનેને તેના જીવનની અન્ય સંભાવનાઓ પણ શોધી કાઢી છે. જો કે, હાઈકોર્ટે અરજદારને ફરીથી નિર્દેશ આપ્યો છે કે તેઓ ફ્મિલી કોર્ટ સમક્ષ જ રજૂઆત કરે. આ સમયે કુલિંગ સમયગાળાને માફ્ કરવા અંગેના સુપ્રીમ કોર્ટના ચુકાદાને રજૂ કરે.