- 2024 લોકસભાની ચૂંટણીની અગાઉ મહત્વપૂર્ણ અભિયાન
- એક મહિના સુધી વ્યાપક અભિયાન ચલાવાશે
- પ્રદેશથી લઇ બુથ સ્તર પર કાર્યક્રમો યોજાશે
આજથી ભાજપનું મહા જનસંપર્ક અભિયાન શરૂ થયુ છે. જેમાં 2024 લોકસભાની ચૂંટણી અગાઉ રાષ્ટ્રવ્યાપી મહા જનસંપર્ક અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. તેમજ એક મહિના સુધી વ્યાપક અભિયાન ચલાવાશે. તેમાં પ્રદેશથી લઇ બુથ સ્તર પર કાર્યક્રમો યોજાશે.
દરેક લોકસભા વિસ્તારમાં જનસભાનું આયોજન
દરેક લોકસભા વિસ્તારમાં જનસભાનું આયોજન કરવામાં આવશે. તથા વિધાનસભા સ્તરે લાભાર્થી સંમેલન યોજાશે. તેમજ પ્રબુધ્ધ નાગરિક સંમેલનોનું પણ આયોજન કરાશે. તથા પ્રતિષ્ઠિત અને પ્રભાવશાળી લોકોનો વ્યક્તિગત સંપર્ક કરાશે. કેન્દ્રમાં મોદી સરકારને 9 વર્ષ પૂર્ણ નિમિત્તે આ આયોજન કરાયું છે. 2024ની લોકસભા ચૂંટણી માટે આજથી ભાજપ એક્શનમાં આવી ગયુ છે. આજથી દેશભરમાં ભાજપ જનસંપર્ક અભિયાન શરૂ કરશે. 160 બેઠકો પર પકડ મજબૂત કરવા કેન્દ્રીય મંત્રીઓને જવાબદારી સોંપાઈ છે.
આ જનસંપર્ક અભિયાન 30 મે થી 30 જુન સુધી ચલાવાશે
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને દિલ્હીની જવાબદારી અપાઈ છે. તો પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનને પણ જવાબદારી સોંપાઈ છે. નીતિન પટેલને 5 ક્લસ્ટર અને ઉત્તરાખંડની જવાબદારી અપાઈ છે. જેઓ મોદી સરકારના કામો લોકો સુધી પહોંચાડવામાં મદદ કરશે. એક મહિના સુધી આ જનસંપર્ક અભિયાન ચાલશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નેતૃત્વવાળી કેન્દ્ર સરકારને 9 વર્ષ પૂરા થઈ રહ્યાં છે. તે નિમિત્તે ભાજપ દ્વારા મોદી સરકારની નીતિ અને ઉપલબ્ધિઓની જાણકારી આપવા દેશભરમાં અભિયાન ચલાવવામાં આવનાર છે. આ જનસંપર્ક અભિયાન 30 મે થી 30 જુન સુધી ચલાવાશે.