- ટિકિટ માટે લોકોએ રાઘવજી પટેલને ફોન કરતા મંત્રી કંટાળ્યા
- જાહેરમંચ ઉપરથી મંત્રીએ કહ્યું લોકોએ મેચ જોવા ખૂબ ફોન કર્યા
- ફાઈનલ માટેની ટિકિટ Paytm એપ અને વેબસાઈટ બંને પર ઉપલબ્ધ
IPL ફાઈનલ મેચની ટિકિટ માટે કેબિનેટ મંત્રીને ફોનનો મારો શરૂ થયો છે. જેમાં ટિકિટ માટે લોકોએ રાઘવજી પટેલને ફોન કરતા મંત્રી કંટાળ્યા છે. તેમાં જાહેરમંચ ઉપરથી મંત્રીએ કહ્યું લોકોએ મેચ જોવા ખૂબ ફોન કર્યા છે.
મેચની ટિકિટ માટે કેબિનેટ મંત્રીને ફોન શરૂ થયા
અમદાવાદમાં આઇપીએલની ફાઈનલ મેચની ટિકિટ માટે કેબિનેટ મંત્રીને ફોન શરૂ થયા છે. વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમમાં મેચની ટીકીટ માટે લોકોએ કેબિનેટ મંત્રી રાઘવજી પટેલને ફોન કરવાના શરૂ કરતા મંત્રી કંટાળી ગયા છે. તેથી રાજકોટમાં જાહેર મંચ ઉપરથી મંત્રીએ કહ્યું છે કે લોકોએ મેચ જોવા બહુ ફોન કર્યા છે. ટિકિટ આપો ટિકિટ ના ફોન બહુ આવ્યા છે. અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાનારી IPL 2023ની છેલ્લી 2 મેચ જોવા માટે ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
મેચોની ટિકિટ પણ ઓનલાઈન ખરીદી શકાશે
ક્વોલિફાયર-2 અને ફાઈનલની ટિકિટ ખરીદવા માટે સ્ટેડિયમમાં દર્શકોની લાંબી કતારો લાગી હતી. સૂર્યપ્રકાશ અને આકરી ગરમી પણ ક્રિકેટ ચાહકોના ઉત્સાહને ઓછો કરી શક્યા નથી. વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં બેસીને લોકો IPLના બીજા ક્વોલિફાયર અને ફાઈનલની મજા માણવા ટિકિટ ખરીદવા માટે મોટી સંખ્યામાં સ્ટેડિયમમાં પહોંચી રહ્યા છે. આ બંને મેચોની ટિકિટ પણ ઓનલાઈન ખરીદી શકાશે.
ફાઈનલ માટેની ટિકિટ Paytm એપ અને વેબસાઈટ બંને પર ઉપલબ્ધ
IPL 2023ના બીજા ક્વોલિફાયર માટે ટિકિટની કિંમત રૂ.800 થી શરૂ થાય છે. બીજા ક્વોલિફાયર માટે સૌથી મોંઘી ટિકિટ 10,000 રૂપિયા છે. જે મુલાકાતીઓ તેને ખરીદશે તેઓ પ્રેસિડન્ટ ગેલેરીમાં બેસી શક્શે. ક્વોલિફાયર-2 અને ફાઈનલની ટિકિટને લઈને ભારે રસાકસી ચાલી રહી છે. IPL 2023 ફાઇનલ માટેની ટિકિટ Paytm Insider પર ઉપલબ્ધ છે. ફાઈનલ માટેની ટિકિટ Paytm એપ અને વેબસાઈટ બંને પર ઉપલબ્ધ છે.