- ચાઈનીઝ ઠગોના કૌભાંડમાં સુરતનો સાગરીત ઝડપાયો
- સાયબર સેલે સુરતમાં રહેતા સાગરીતને ઝડપી પાડ્યો
- મોહમ્મદ ફૂદેલ ઉર્ફે મોહન નાયરની કરી ધરપકડ
વડોદરામાં ઓનલાઈન લોન કૌભાંડમાં સુરતની આરોપી ઝડપ્યો છે. જેમાં ચાઈનીઝ ઠગોના કૌભાંડમાં સુરતનો સાગરીત ઝડપાયો છે. તેમાં સાયબર સેલે સુરતમાં રહેતા સાગરીતને ઝડપી પાડ્યો છે. મોહમ્મદ ફૂદેલ ઉર્ફે મોહન નાયરની ધરપકડ કરવામાં આવી છે.
કંપનીના રૂપિયા ઠગોના વોલેટમાં પહોંચાડવામાં સામેલ
આરોપી કંપનીના રૂપિયા ઠગોના વોલેટમાં પહોંચાડવામાં સામેલ હતો. આરોપી ઇન્સ્ટન્ટ મુદ્રા ટેક્નો. અને રેપી પેમાં ડિસ્ટ્રીબ્યુટર છે. જેમાં ચાઈનીઝ ઠગોના ઇન્ટરનેટ લોન કૌભાંડમાં સુરતનો સાગરીત ઝડપાતા વધુ માહિતી સામે આવશે. વડોદરા સાયબર સેલે તપાસ દરમિયાન સુરત રહેતા સાગરીતને ઝડપી પાડ્યો છે. સુરત પહોંચેલી સાયબરની ટીમે મોહમ્મદ ફૂદેલ ઉર્ફે મોહન નાયરની ધરપકડ કરી હતી. જેમાં બે કંપનીની ખાતામાં આવેલા રૂપિયા ચાઈનીઝ ઠગોના વોલેટમાં પહોંચાડવાની કડીમાં આરોપી સામેલ હતો. ગ્રાહકોના કેવાયસી કરી તેના બેન્ક એકાઉન્ટ બનાવી પોતાની પાસે એક્સેસ રાખતો હતો.