- એનરિચમેન્ટ પ્રોગ્રામના નામે તોતિંગ ફી વસૂલતા કાર્યવાહી કરાઇ
- સ્કૂલને સૂચનાઓનું પાલન કરવા તાકીદ કરાઇ અને એનઓસી રદ કરવા સુધીના પગલાં લેવાશે
- સ્કૂલોનો પ્રોગ્રામ શૈક્ષણિક નહીં પણ વાણિજ્યિક પ્રકારની પ્રવૃત્તિને પ્રોત્સાહન આપે
બોડકદેવમાં આવેલ અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા એનરિચ પ્રોગ્રામના નામે વાલીઓ પાસેથી તોતિંગ ફી વસુલતા વાલીઓએ વિરોધ કરીને ડીઇઓમાં રજૂઆત કરી હતી. જેને લઇને ડીઇઓ દ્વારા સ્કૂલને નોટિસ ફ્ટકારવામાં આવી છે. તેમજ સૂચનાઓનું પાલન નહિ કરે તો સ્કૂલ સામે એનઓસી રદ્દ કરવા સુધીના પગલા લેવામાં આવશે તેમ જણાવ્યુ હતુ. સ્કૂલ દ્વારા વર્ષ 2023-24થી PVP એનરિચમેન્ટ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો હતો. જેમાં વાલીઓએ વિરોધ નોધાવતા ડીઇઓએ તપાસ સમિતિ બનાવી તપાસ કરવામાં આવી હતી. તપાસના રિપોર્ટ બાદ સ્કૂલને ખુલાસો આપવા નોટિસ આપવામાં આવી હતી. જેમાં સ્કૂલ દ્વારા ખુલાસો રજૂ કરવામાં આવ્યો હતો. જો કે આ જવાબ ગ્રાહ્ય રાખવાપાત્ર ન હોવાનું ડીઇઓ કચેરી દ્વારા જણાવવામાં આવ્યુ હતુ.
DEO કચેરી દ્વારા આ મુદ્દે સ્કૂલને આપવામાં આવેલી નોટિસમાં જણાવાયું છે કે, પ્રોગ્રામ અમલી થવાના કારણે વાલીઓની ફરિયાદ અનુસાર પ્રોગ્રામમાં જોડાનાર અને ન જોડાનાર વિદ્યાર્થીઓના વર્ગ વિભાજીત કરીને શાળામાં શૈક્ષણિક વિષયના તાસનું અધ્યન કાર્ય કરાવવામાં આવે છે. જેથી સ્કૂલમાં સમાનતાનું વાતાવરણનું નિર્માણ થાય તે અનિવાર્ય હોવાનું જણાવ્યું છે. પ્રોગ્રામમાં ન જોડાનાર વિદ્યાર્થીઓને શાળાનું શૈક્ષણિક કાર્ય પૂર્ણ થયા બાદ પણ શાળામાં રોકી રાખવામાં માટે ફ્રજ ન પાડવામાં સુચના અપાય છે. સરકારે શાળાની ફીને GSTના દાયરાથી બાકાત રાખેલી છે. જીએસડી માલ અને સેવાઓના પુરવઠા પર લાગુ કરાય છે. સ્કૂલ દ્વારા લાગુ કરાયેલા પ્રોગ્રામ માટે ફી નિયમન સમિતિએ નિર્ધારીત કર્યા સિવાયની ફી ઉપરાંતની ફી સહિત આશરે 18 ટકા જેટલો ય્જી્ વસુલવામાં આવશે તેમ તપાસ સમિતિના સભ્યોએ જણાવ્યું છે. આથી સ્પષ્ટ થાય છે કે સ્કૂલોનો પ્રોગ્રામ શૈક્ષણિક નહીં પણ વાણિજ્યિક પ્રકારની પ્રવૃત્તિને પ્રોત્સાહન આપે છે.