કાળઝાળ ગરમી વચ્ચે કમોસમી વરસાદનું સંકટ અને અંબાલાલ પટેલે આગાહી કરી તેમજ અમદાવાદના શહેરીજનોને નવી ભેટ મળશે તથા મહિસાગરમાં ST બસ ડ્રાઈવરની બેદરકારીનો વીડિયો વાયરલ થયો અને રાજકોટમાં બે બાળકો સાથે માતાએ આપઘાત કર્યો તે ઉપરાંતના મહત્વના સમાચાર પર એક નજર કરીએ.
વધુ વાંચો : કમોસમી વરસાદનું સંકટ, આ વિસ્તારો માટે અંબાલાલે કરી આગાહી
કાળઝાળ ગરમી વચ્ચે કમોસમી વરસાદનું સંકટ અને અંબાલાલ પટેલે આગાહી કરી છે. જેમાં ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં માવઠાની આગાહી છે. તેમજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.
વધુ વાંચો : અમદાવાદના શહેરીજનોને મળશે નવી ભેટ, CM કરશે લોકાર્પણ
અમદાવાદના શહેરીજનોને નવી ભેટ મળશે. મુખ્યમંત્રીના હસ્તે લાલદરવાજા બસ ટર્મિનલનું લોકાર્પણ કરવામાં આવશે. જેમાં 5 જૂને મુખ્યમંત્રી નવા બસ ટર્મિનલની ભેટ આપશે. તેમજ અમદાવાદમાં લાલદરવાજા AMTS બસ સ્ટેન્ડની કાયાપલટ થઇ છે.
વધુ વાંચો : મહિસાગરમાં ST બસ ડ્રાઈવરની બેદરકારીનો વીડિયો વાયરલ
મહિસાગરમાં ST બસ ડ્રાઈવરની બેદરકારીનો વીડિયો વાયરલ થયો છે. જેમાં ચાલુ બસે મોબાઈલ પર વાત કરતો ડ્રાઈવર કેમેરામાં કેદ થયો છે. લુણાવાડાથી અમદાવાદની બસનો વીડિયો વાયરલ થતા લોકોમાં રોષ ફોલાયો છે.
વધુ વાંચો : રાજકોટમાં ચકરચારી ઘટના, બે બાળકોની હત્યા કરી માતાએ આપઘાત કર્યો
રાજકોટમાં બે બાળકો સાથે માતાએ આપઘાત કર્યો છે. જેમાં 5 વર્ષના પુત્ર અને 6 માસની પુત્રીની હત્યા કરી છે. તેમાં બે બાળકોની હત્યા બાદ માતાએ આપઘાત કર્યો છે. રાજકોટના આંબેડકરનગરમાં બનાવ બન્યો છે.
વધુ વાંચો : રાજ્યમાં માવઠા બાદ ફરી આ દિવસે આગ ઝરતી ગરમી પડશે
રાજ્યભરમાં ગરમીનો પ્રકોપ યથાવત છે. જેમાં રાજ્યના 8 શહેરોમાં 40 ડિગ્રી કે તેથી વધુ તાપમાન છે. તેમજ અમદાવાદમાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું છે. સાથે જ ગાંધીનગરમાં 41.01 ડિગ્રી તાપમાન રહ્યું છે. તથા અમરેલીમાં 42.01 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
વધુ વાંચો : શિવાજીએ ગુલામીની માનસિકતાનો અંત કર્યો: PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છત્રપતિ શિવાજી મહારાજના રાજ્યાભિષેકના 350 વર્ષ પૂર્ણ થવા પર દેશવાસીઓને સંબોધિત કર્યા. PM મોદીએ કહ્યું કે છત્રપતિ શિવાજી મહારાજે ગુલામીની માનસિકતાનો અંત કર્યો. છત્રપતિ શિવાજી મહારાજનો રાજ્યાભિષેક દિવસ નવી ચેતના, નવી ઉર્જા લઈને આવ્યો છે. છત્રપતિ શિવાજી મહારાજનો રાજ્યાભિષેક એ સમયનો અદ્ભુત અને વિશેષ પ્રકરણ છે. PM મોદીએ કહ્યું કે, રાષ્ટ્રીય કલ્યાણ અને જન કલ્યાણ તેમના શાસનના મૂળભૂત તત્વો રહ્યા છે. આજે હું છત્રપતિ શિવાજી મહારાજના ચરણોમાં નમન કરું છું.
વધુ વાંચો : રશિયાએ હુમલા તેજ કર્યા, યુક્રેનમાં ગમે ત્યારે છોડશે મિસાઈલ, દેશભરમાં એલર્ટ જારી
રશિયા યુક્રેન વચ્ચે ચાલી રહેલ યુદ્ધ અટકવાનું નામ નથી લઈ રહ્યું. યુક્રેન પર રશિયાનો મિસાઈલ હુમલો ચાલુ છે. આ એપિસોડમાં યુક્રેને શુક્રવારે ફરી એકવાર દેશભરમાં એર રેડ એલર્ટ જાહેર કર્યું છે એટલે કે રશિયા દેશમાં ગમે ત્યાં મિસાઈલ છોડી શકે છે. હકીકતમાં ગુરુવારે રાત્રે રશિયાએ યુક્રેન પર ફરી એક મોટો હુમલો કર્યો છે. આ હુમલામાં 3 લોકોના મોત થયા છે જ્યારે 10 લોકો ઘાયલ હોવાનું કહેવાય છે.
વધુ વાંચો : આ શહેરોમાં સસ્તું થયું પેટ્રોલ અને ડીઝલ,જાણો તમારા શહેરમાં શું છે ભાવ
સરકારી ઓઈલ કંપનીઓ દ્વારા દરરોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ-ડીઝલના દર જારી કરવામાં આવે છે. રોજની જેમ આજે પણ ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ નવા દર જારી કર્યા છે. શુક્રવારે ઘણા શહેરોમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો થયો છે. જોકે રાજધાની દિલ્હીમાં તેલની કિંમતમાં કોઈ ફેરફાર થયો નથી. અન્ય મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
વધુ વાંચો : વર્લ્ડ કપ માટે ગુપ્ત રીતે થઈ ખેલાડીઓની પસંદગી! હોટેલમાં યોજાઈ સિક્રેટ મીટિંગ
આ વર્ષે ભારતની યજમાનીમાં ODI વર્લ્ડ કપ રમાવાનો છે. જોકે, આ આઈસીસી ટૂર્નામેન્ટ માટે ઘણા ખેલાડીઓ પહેલાથી જ નક્કી થઈ ગયા છે, પરંતુ વ્યૂહરચના અને યોજનાઓ પહેલેથી જ બનાવવામાં આવી રહી છે. હાલમાં ટીમ ઈન્ડિયાનું ધ્યાન વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ પર છે.