- અરબી સમુદ્રમાં સર્જાયેલા સાયક્લોનિક સિસ્ટમ બની લો પ્રેશર
- આગામી 24 કલાકમાં લો પ્રેશર બનશે ડિપ્રેશન
- દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્ર પર સર્જાયું છે વાવાઝોડું
વાવાઝોડા બિપોરજોયને લઇને મહત્વના સમાચાર સામે આવ્યા છે. જેમાં અરબી સમુદ્રમાં સર્જાયેલા સાયક્લોનિક સિસ્ટમ લો પ્રેશર બની છે. તેમજ આગામી 24 કલાકમાં લો પ્રેશર ડિપ્રેશન બનશે. દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્ર પર વાવાઝોડું સર્જાયું છે.
વાવઝોડું ઉત્તર-ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધવાની સંભાવના
વાવાઝોડું ઉત્તર-ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધવાની સંભાવના છે. તેમજ 10 જુને વાવાઝોડું ગુજરાત નજીકથી પસાર થશે. તથા હાલમાં વાવાઝોડાની સ્પીડ 40 કિમી પ્રતિ કલાક છે. જેમાં આગામી દિવસોમાં સ્પીડમાં વધારો થશે. તેમજ રાજ્યમાં સામાન્ય વરસાદની આગાહી છે. જેમાં કેટલાક વિસ્તારમાં પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યું પ્રમાણે સર્ક્યુલેશન રાજસ્થાન તરફ ફંટાયુ છે.
દરિયા કિનારા વિસ્તારમાં ભારે વરસાદ થઈ શકે છે
વાવાઝોડા બિપોરજોયને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ત્યારે 8 તારીખે વાવાઝોડું આકાર લઈ આગળ વધશે. વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે ટકરાશે નહિ. બિપોરજોય વાવાઝોડું પાકિસ્તાન બાજુ ફંટાશે. ત્યારે હાલની સ્થિતિએ વાવાઝોડાની દિશા પાકિસ્તાન તરફ છે. 13થી 14 જુન સુધી ગુજરાતનાં દરિયા કિનારે વાવાઝોડાનો ખતરો છે. 12,13 અને 14 જુને સૌરાષ્ટ્ર અને દરિયા કિનારા વિસ્તારમાં ભારે વરસાદ થઈ શકે છે.