- દરિયા કિનારા વિસ્તારનું મોનિટરિંગની કામગીરી શરૂ
- જિલ્લા કલેક્ટર, DDOને વાવાઝોડા અંગે SOP અપાઇ
- વાવાઝોડા પહેલા અગમચેતીના પગલાં લેવા સૂચના
સંભવિત બિપોરજોય ચક્રવાતને લઇ સરકાર સજજ થઇ છે. જેમાં ગાંધીનગરમાં સ્ટેટ ઇમરજન્સી કંટ્રોલ રૂમ શરૂ કરાયો છે. દરિયા કિનારા વિસ્તારનું મોનિટરિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે. તેમજ જિલ્લા કલેક્ટર, DDOને વાવાઝોડા અંગે SOP અપાઇ છે.
અગમચેતીના પગલાં લેવા સૂચના આપવામાં આવી
વાવાઝોડા પહેલા અગમચેતીના પગલાં લેવા સૂચના આપવામાં આવી છે. તેમાં મુખ્યમંત્રી કાર્યાલયથી પણ મોનિટરિંગ કરાશે. ગાંધીનગરમાં સ્ટેટ ઇમરજન્સી કંટ્રોલ રૂમ એક્ટિવ કરાયો છે. હવામાન વિભાગની આગાહી અંતર્ગત તમામ દરીયા કિનારાના વિસ્તારોમાં મોનિટરીંગ કરાઈ રહ્યુ છે. તેમજ જીલ્લા કલેકટર અને ડીડીઓને વાવાઝોડા અંગેની sop આપવામાં આવી છે. વાવાઝોડા પહેલા, વાવાઝોડુ આવે ત્યારે અને પછી શું કરવુ તે અંગે સુચનાઓ આપવામાં આવી છે. તેમજ મુખ્યમંત્રી કાર્યાલયથી પણ સીધુ મોનિટરીંગ કરાઈ રહ્યુ છે.
બિપોરજોયને લઇ ગુજરાત સહિત અનેક રાજ્યોમાં એલર્ટ
બિપોરજોયને લઇ ગુજરાત સહિત અનેક રાજ્યોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્રમાં ઊંડા દબાણનો વિસ્તાર મંગળવારે સાંજે ચક્રવાતી તોફાન ‘બિપોરજોય’માં ફેરવાઈ ગયો છે. IMD એ આગાહી કરી છે કે, બિપોરજોય આગામી 6 કલાક દરમિયાન ઉત્તર તરફ આગળ વધશે. IMD એ આજે આ અંગે ચેતવણી જાહેર કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 24 કલાકમાં મુંબઈ, થાણે અને પાલઘર સિવાય કોંકણના તટીય વિસ્તારોમાં રાયગઢ, રત્નાગિરી અને સિંધુદુર્ગમાં ભારે પવન સાથે વરસાદ જોવા મળી શકે છે. માછીમારોને પણ ચક્રવાત બિપોરજોય વિશે ચેતવણી આપવામાં આવી છે.