Monday, January 13, 2025

REGISTRATION NUMBER.: RNI - GUJGUJ/2009/30934

વિશ્વ ઉમિયાધામની મદદથી USAના 3 રાજ્યમાં મા ઉમિયાનું મંદિર બનશે

  • મિસિગન, ઈન્ડિયાના અને કેન્સાસમાં સ્થાપના થશે
  • USAના 3 રાજ્યોમાં માં ઉમિયાનું મંદિર નિર્માણ પામશે
  • USAમાં સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

વિશ્વ ઉમિયાધામના સહયોગથી આગામી સમયમાં USAના 3 રાજ્યોમાં માં ઉમિયાનું મંદિર નિર્માણ પામશે. એમેરિકાના મિસિગન, ઈન્ડિયાના અને કેન્સાસમાં મંદિરની સ્થાપના કરવાનો સંકલ્પ લેવાયો છે. વિશ્વ ઉમિયાધામના પ્રમુખ અને 6 ટ્રસ્ટીઓની ઉપસ્થિતિમાં USAમાં સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

વિશ્વઉમિયા ધામના પ્રમુખ સહિત કુલ 6 ટ્રસ્ટીઓની ટીમ હાલમાં અમેરિકાના પ્રવાસે છે. ગત સપ્તાહમાં વિશ્વ ઉમિયાધામ ટીમની ત્રણ રાજ્યોમાં મેટિંગ યોજાઈ હતી. જેમાં વિશ્વ ઉમિયાધામની અમેરિકા ટીમના વિવિધ ચેપ્ટરની ટીમે ઈન્ડિયાના સ્ટેટના ઈન્ડિયાના પોલીસ શહેરમાં તો મિશિનગર સ્ટેટના ડેટ્રોઈટ શહેરમાં અને કેન્સાસ સ્ટેટમાં જગત જનનની મા ઉમિયાનું ભવ્ય મંદિર નિર્માણ કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે. આવનારા દિવસોમાં વિશ્વ ઉમિયાધામના સહયોગથી અને અમેરિકામાં વસતા પાટીદાર સમાજ એવ્મ ગુજરાતી સમાજના નેતૃત્વમાં ત્રણ શહેરમાં માં ઉમિયાનું મંદિર બનશે. આ ઉપરાંત વિશ્વ ઉમિયાધામ દ્વારા મિસિગન, કેન્સાસ અને સિકાગો સ્ટેટમાં સ્નેહમિલનનું આયોજન પણ કરાયું હતુ. જેમાં એમેરિકામાં વસતાં 1 હજારથી વધુ પરિવારો જોડાયા હતા. USA ઈન્ડિયાના પોલીસ ચેપ્ટર સ્નેહમિલનમાં વાત કરતાં પ્રમુખ આપ.પી.પટેલે સંસ્થાના વિઝન અને મિશનથી સૌને વાકેફ કર્યાં હતા.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,906FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles