- પતિએ કેનેડા જવા માટે પિયરમાંથી 25 લાખ લાવવા દબાણ
- પતિ અન્ય યુવતીઓ સાથે ચેટિંગ કરતો હોવાનો આક્ષેપ
- પરિણીતાએ પતિ સહિત સાસરિયાઓ સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી
બોડકદેવમાં રહેતી પરિણીતાને લગ્નના થોડા દિવસોમાં જ સાસરિયાઓએ ત્રાસ આપવાનું શરૂ કરીને દહેજની માંગણી કરી હતી. આટલું જ નહિ પતિએ તુ જાડી છે તારી સાથે શરીર સબંધ બાધવામાં મજા આવતી નથી તેમ કહીને ત્રાસ આપતો હતો. તેમજ અન્ય યુવતીઓ સાથે સોશિયલ મીડિયા પર વાતો કરતો હતો. આ ઉપરાંત કેનેડા જવા માટે રૂ. 25 લાખ ખર્ચ લઇ આવવાનું કહીને ત્રાસ આપતો હતો. આ અંગે પરિણીતાએ પતિ સહિત સાસરિયાઓ સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.
શીલજ પાસે રહેતી 29 વર્ષીય રેશ્મા પારેખ ( નામો બદલેલ છે ) ને સ્કુલ ફ્રેન્ડ સાથે ફેસબુક મારફ્તે પરિચય થયો હતો. બાદમાં બંનેએ લગ્ન કર્યા હતા. લગ્ન બાદ બીજા જ દિવસે યુવતીની સાસુએ લગ્નમાં આવેલા દાગીના માંગી લોકરમાં મૂકી દીધા હતા. બાદમાં પતિએ નવુ મકાન બુક કરાવતા પિયરમાંથી 20-25 લાખ લઇ આવવા પત્નીને દબાણ કરતો હતો. પતિએ જ્યારે સસરા પાસે પૈસા માંગ્યા ત્યારે વેવાઇએ પટેલો પાસે બહુ પૈસા છે તેનામાં બુધ્ધિ નથી તેમ કહી પોતાની શાખ જાળવી હતી. બીજીબાજુ સાસુએ આ યુવતીને મહેણા માર્યા કે પટેલ સમાજમાં લગ્ન કરાવ્યા હોત તો 100થી 200 તોલા સોનુ ઘરમાં આવત, જેવા ટોણાં માર્યા હતા.