- પેટ્રોલ પંપ ડિલર એસોસિએશને નિર્ણય લીધો છે
- રૂ.2000ની નોટ બદલવાની આવતીકાલથી થશે શરૂઆત
- 2000 રૂપિયાની નોટ આપશે તો તે અમે સહર્ષ સ્વીકારીશું: પેટ્રોલ પંપ ડિલર એસોસિએશ
ગુજરાત રાજ્યના તમામ પેટ્રોલ પંપ પર 2 હજારની નોટ સ્વીકારાશે. જેમાં પેટ્રોલ પંપ ડિલર એસોસિએશને નિર્ણય લીધો છે. તેમાં રૂપિયા 2000ની નોટ બદલવાની મંગળવારથી શરૂઆત થશે.
2000 રૂપિયાની નોટ આપશે તો તે અમે સહર્ષ સ્વીકારીશું
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ભારત સરકાર તરફથી રૂપિયા 2000ની નોટ માટે જે 19/05/2023 ના રોજ સુચના જાહેર થઈ છે તે બાબતે અમારા ગુજરાત રાજ્યના તમામ પેટ્રોલ પંપ ડિલરો અમારા ત્યાં કોઇબી ગ્રાહક પેટ્રોલ, ડીઝલ, લુબ્રિકેટિંગ ઓઇલ, સીએનજી વગેરે ખરીદવા આવશે અને જો 2000 રૂપિયાની નોટ આપશે તો તે અમે સહર્ષ સ્વીકારીશું અને સરકારી કાયદાનું અમે પાલન કરીશું અને અમારા ગ્રાહકોને કોઈ તકલીફ પડવા નહીં દઈએ તેમ પેટ્રોલ પંપ ડિલર એસોસિએશને નિર્ણય લીધો છે.
23 મેથી 2000 રૂપિયાની નોટો બેંકોમાં અન્ય મૂલ્યની નોટો સાથે બદલવાનું શરૂ થશે. બેંકોએ આ માટે તૈયારી શરૂ કરી દીધી છે. પરંતુ આ દરમિયાન સોશિયલ મીડિયા પર એવી ચર્ચા ચાલી હતી કે 2000 રૂપિયાની નોટ બદલવા માટે બેંકોમાં ફોર્મ ભરવું પડશે. જો કે, કેન્દ્રીય બેંકે કહ્યું કે બેંકોમાં 2000 રૂપિયાની નોટ જમા કરાવવા માટે માત્ર બેંકિંગ નિયમોનું પાલન કરવું પડશે.
બિઝનેસ કોરોસ્પોન્ડન્ટ સેન્ટર પર બદલી શકાશે
20 હજાર રૂપિયાથી વધુની 2000 રૂપિયાની નોટ એક સમયે બદલાશે નહીં. ભારતીય રિઝર્વ બેંકે ‘ક્લીન નોટ પોલિસી’ હેઠળ 2000 રૂપિયાની નોટને બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ પોલિસી હેઠળ આરબીઆઈ ધીમે ધીમે બજારમાંથી 2000ની નોટો પાછી ખેંચી લેશે. ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકો પણ બિઝનેસ કોરોસ્પોન્ડન્ટ સેન્ટરની મુલાકાત લઈને 2000 રૂપિયાની નોટો એક્સચેન્જ કરાવી શકે છે. પરંતુ કેન્દ્ર પર માત્ર 2000 રૂપિયાની 4000 રૂપિયા સુધીની નોટો જ બદલી શકાશે. બિઝનેસ કોરસપોન્ડન્ટ્સ બેંકની જેમ કામ કરે છે. તેઓ ગ્રામજનોને બેંક ખાતા ખોલવામાં મદદ કરે છે. તે વ્યવહાર પણ કરે છે.
અહીં પણ નોટો બદલાશે
આરબીઆઈની દેશભરમાં 31 સ્થળોએ પ્રાદેશિક કચેરીઓ છે, પરંતુ રૂ. 2000ની નોટ અમદાવાદ, બેંગલુરુ, બેલાપુર, ભોપાલ, ભુવનેશ્વર, ચંદીગઢ, ચેન્નાઈ, ગુવાહાટી, હૈદરાબાદ, જયપુર, જમ્મુ, કાનપુર, કોલકાતા, લખનૌ, મુંબઈ, નાગપુરમાં જારી કરવામાં આવે છે. નવી દિલ્હી. દિલ્હી, પટના અને તિરુવનંતપુરમમાં બદલી શકાય છે. ભારતીય રિઝર્વ બેંકે બેંકોને તાત્કાલિક અસરથી 2000 રૂપિયાની નોટો જારી કરવાનું બંધ કરવાની સલાહ આપી છે. એટલે કે હવે આરબીઆઈની દેશભરમાં 31 સ્થળોએ પ્રાદેશિક કચેરીઓ છે ગ્રાહકોને નવી 2000ની નોટ નહીં આપે.