- ઝાડા- ઊલટીના 351, ટાઈફોઈડના 181, કમળાના 66 કેસ નોંધાયા
- ગરમી વધવાને પગલે પાણીજન્ય રોગચાળો માથું ઉંચકી રહ્યો છે
- વિવિધ સ્થળેથી પાણીના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે
અમદાવાદમાં કાળઝાળ ગરમી વધવાને પગલે પાણીજન્ય રોગચાળો માથું ઉંચકી રહ્યો છે. છેલ્લાં એક સપ્તાહમાં શહેરમાં ઝાડા-ઉલટીના 3૫1, ટાઈફોઈડના 181 અને કમળાના 66 કેસ નોંધાયા છે. જ્યારે ડેન્ગ્યૂના 15 અને મેલેરિયાના 34 કેસ નોંધાયા છે. ઝાડા ઉલ્ટીના કેસ વધતાં મ્યુનિ. આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયું છે. પાણીમાં પોલ્યુશન ચેકિંગ માટે વિવિધ સ્થળેથી પાણીના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે. ઓ.આર.એસ.ના પેકેટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. AMC આરોગ્ય અધિકારી જણાવ્યુ હતું કે હાલમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે જેને લઈને પાણીને લગતી બીમારીઓ વધી રહી છે જેમાં સૌથી વધુ કેસ ઝાડા ઉલ્ટીના જોવા મળી રહયા છે. ગરમીને ધ્યાનમાં રાખીને BRTS, AMTSના સ્ટેન્ડ પર ઓ.આર.એસ.ના પેકેટ મૂકવામાં આવ્યા છે.બપોરના સમયે કામ સિવાય બહાર નીકળવું નહીં તેવી પણ સલાહ આપવામાં આવી રહી છે. આ સાથે જ્યાં પણ પાણીની ફરિયાદ આવી રહી છે ત્યાં પાણીમાં ક્લોરીન નાખવામાં આવી રહ્યું છે. પાણીના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે.