- જ્યાં રોજ 35 બ્લડ ડોનર આવતાં ત્યાં માંડ 5-10 આવે છે
- સિવિલની બ્લડ બેંકમાં બ્લડ વેસ્ટેજ ઓછો કરવા પર ખાસ ફોકસ કરાશે
- ગુજરાતમાં છેલ્લે કોરોના મહામારી વખતે લોહીની જંગી અછત સર્જાઈ હતી
કાળઝાળ ગરમીના કારણે અમદાવાદ શહેરમાં બ્લડ યુનિટ કલેક્શનમાં 25 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે, સિવિલ મેડિસિટીની બ્લડ બેંકમાં સામાન્ય દિવસોમાં પ્રતિ દિવસ 800થી 1000 બ્લડ યુનિટ કે બોટલ ઉપલબ્ધ હોય છે, જોકે આકરી ગરમી વચ્ચે અત્યારે 600થી 800 યુનિટ બ્લડ ઉપલબ્ધ છે, એ જ રીતે રેડક્રોસ સોસાયટી સાથે સંકળાયેલા તબીબના કહેવા પ્રમાણે સામાન્ય દિવસમાં જે સેન્ટર ઉપર રોજના 35 જેટલા બ્લડ ડોનર મળતાં હોય છે ત્યાં અત્યારે માંડ 5થી 10 લોકો આવતાં હોય છે.
અસારવા સિવિલની બ્લડ બેંક સાથે સંકળાયેલા તબીબનું કહેવું છે કે, અત્યારે બ્લડ યુનિટમાં અંદાજે 25 ટકા જેટલી અછત છે. જોકે બ્લડની તંગી થઈ પડી હોય એવું પણ નથી, રક્તદાતા પાસેથી મળેલા લોહીનો વેસ્ટેજ ઓછો થાય તે દિશામાં આગામી દિવસોમાં કામ કરવામાં આવશે. રેડ ક્રોસ સોસાયટી સાથે સંકળાયેલા તબીબે જણાવ્યું હતું કે, સામાન્ય રીતે 2 હજાર યુનિટ બ્લડ સ્ટોકમાં હોય છે, જે અત્યારે 1000થી 1200 આસપાસ રહે છે. થોડાક સમય પહેલાં જ બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યા હતા, ગરમીના કારણે દર વખતે બ્લડ ડોનેટ કરનારાની સંખ્યા ઘટતી હોય છે. એક સાથે કોઈ પાંચ વ્યક્તિ રક્ત દાન કરવા માગે તેવા કિસ્સામાં અમે ઘરે જઈને પણ બ્લડ યુનિટ લેવાની વ્યવસ્થા કરતાં હોઈએ છીએ.
D, જેના કારણે મહારાષ્ટ્ર ખાતેથી બ્લડ યુનિટ મંગાવવા પડયા હતા. ગુજરાતમાં કોરોનાકાળના વર્ષ 2020ના અરસામાં માંડ 4093 યુનિટ બ્લડ એકત્ર કરી શકાયું હતું. જોકે એ પછીના વર્ષ 2021માં 4.76 લાખ અને 2020ના છ મહિના જેટલા અરસામાં 3.06 લાખ યુનિટ એકત્ર કરાયા હતા. આકસ્મિક બીમારી કે અકસ્માત સહિતના કિસ્સામાં લોહીની જરૂર પડતી હોય છે. સરકારી ડેટા પ્રમાણે ગુજરાતમાં 29 સરકારી બ્લડ બેંક છે, જ્યારે 150 ખાનગી બ્લડ બેંક આવેલી છે.