- બદલીના નિયમો સુધારાતા બીજી જૂનથી શરૂ થનારી પ્રક્રિયા સ્થગિત હતી
- અરજીની મુદત 4 દિવસ લંબાવાઈ પણ ઓર્ડર 30મી જૂને જ કરવાનું આયોજન
- 30 જૂનથી 1 જુલાઈ દરમિયાન બદલી અંગેના ઓર્ડર ઈશ્યુ કરવામાં આવશે
રાજ્યની પ્રાથમિક શાળાના શિક્ષકોની બદલીના નિયમોમાં સુધારો થતાં જિલ્લા આંતિરક બદલી કેમ્પની 2 જૂનના રોજ શરૂ થનાર પ્રક્રિયા સ્થગિત કરાઈ હતી. ઓનલાઈન પોર્ટલમાં સુધારો કરવાની જરૂરિયાત ઉઠતાં બદલી કેમ્પનો નવો કાર્યક્રમ જાહેર કરાયો છે. નવા કાર્યક્રમ મુજબ 6 જૂનથી શિક્ષકો ઓનલાઈન અરજી કરી શકશે. બદલી કેમ્પની પ્રક્રિયા શરૂ કરવાની મુદત 4 દિવસ લંબાવાઈ છે પરંતુ બદલીના ઓર્ડર તો 30મી જૂનેજ ઈશ્યૂ કરવાનું આયોજન કરાયું છે.
બદલી કેમ્પના નવા જાહેર થયેલા કાર્યક્રમ મુજબ અનુસાર, 4 જૂનથી 5 જૂન સુધી નવા ફ્ેરફર મુજબ પોર્ટલમાં થયેલા અપગ્રેડેશન અંગે ટેસ્ટિંગ કરવામાં આવશે. આ કાર્યવાહી પુર્ણ થયા બાદ 6 જૂનથી 10 જૂન દરમિયાન શિક્ષક- વિદ્યાસહાયક દ્વારા આંતરિક બદલીઓ માટે ઓનલાઈન ફેર્મ ભરવાના રહેશે. 10 જૂનના રોજ ફેર્મ ભરવાની કાર્યવાહી પુર્ણ થયા બાદ 11 જૂનથી 13 જૂન દરમિયાન અરજી સુધારવા- રદ કરવા તેમજ પ્રિન્ટ કાઢવાની કામગીરી કરી શકાશે. તા.14 જૂનથી 17 જૂન દરમિયાન તાલુકા દ્વારા અરજી ફેર્મ વેરિફીકેશન કરી અને માન્ય- અમાન્ય કારણ સહિત જિલ્લા કક્ષાએ રજૂ કરવાની રહેશે. 15 જૂનથી 24 જૂન દરમિયાન તાલુકા કક્ષાએથી અમાન્ય થયેલી અરજી સામે આધાર પુરાવા સાથે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને વાંધો રજૂ કરવા માટેનો સમય અપાશે. 25 જૂનથી 27 જૂન દરમિયાન જિલ્લા કક્ષાએ અરજીઓની ચકાસણી કરી એપ્રુવલ કે રિજેક્ટ કરી લેખિત કારણ સહિત અરજદારને જાણ કરવાની અને એપ્રુવલ અરજીઓ અપલોડ કરવાની કામગીરી કરવાની રહેશે. ત્યારબાદ 28 જૂનથી 29 જૂન દરમિયાન રાજ્ય કક્ષાએ વેરિફીકેશનની કામગીરી કરાશે. તમામ કામગીરી પુર્ણ થયા બાદ નિયામક કચેરી દ્વારા 30 જૂનથી 1 જુલાઈ દરમિયાન બદલી અંગેના ઓર્ડર ઈશ્યુ કરવામાં આવશે.