- સરસ શહેર છે, શહેરની ધરતી પર દરેક સનાતની છે
- ગુજરાતની ધરતી પર વારંવાર પ્રણામ છે
- બાગેશ્વરધામ આપણા બાપાનું ઘર છે આવતા જતા રહો
બાબા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી આજે અમદાવાદ ખાતે આવી પહોંચ્યા છે. જેમાં તેઓ વટવા ખાતે કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા છે. તથા આગામી 29 અને 30 મેના રોજ અમદાવાદમાં દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. જેને લઇને તમામ પ્રકારની તૈયારી શરુ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત આજરોજ વટવામાં દેવકીનંદન મહારાજની શિવપુરાણ કથામાં હાજર આપી છે.
કાર્યક્રમમાં બાબાએ કહ્યું ગુજરાતના પાગલો તમે કેમ છો
વટવાના કાર્યક્રમમાં બાબાએ કહ્યું ગુજરાતના પાગલો તમે કેમ છો. અમદાવાદના વટવામાં બાબા બાગેશ્વરનું પ્રવચન શરૂ થયુ છે. જેમાં જણાવ્યું છે કે ગુજરાતની ભક્તિની ધરાને પ્રણામઃ અમદાવાદની ધરતી પર એક એક સનાતની છે. ગુજરાતની ધરતી પર વારંવાર પ્રણામ છે. જ્યાં જગ્યા મળે ત્યાં લોકો ગોઠવાઇ ગયા છે. ગુજરાતમાં અનેરો સત્કાર દેખાઇ રહ્યો છે. શંકરજી જ હનુમાનનું રૂપ ધારણ કરી પ્રગટ થયા. ગુજરાત ભક્તિનો પ્રદેશ છે. ગુજરાતીઓ બહુ ખતરનાક છે.
સનાતન માટે જાગવાનો સમય આવ્યો છે
સનાતન માટે જાગવાનો સમય આવ્યો છે. સનાતન ધર્મ સાથે લડનાર લોકોને સાથ આપો. કાયરો જ સનાતન માટે નહીં જાગે. હું પહેલીવાર ગુજરાત આવ્યો છું. અહીંનો માહોલ ગરમ છે. બાગેશ્વરધામ આપણા બાપાનું ઘર છે આવતા જતા રહો. 10 દિવસ સુધી હું ગુજરાતમાં રહીશ. સનાતન વિરોધીઓની ખેર નહી. ધર્મ વિરોધીઓને બહાર ન કાઢીએ ત્યાં સુધી અભિયાન ચાલુ રહેશે. તમામ સનાતનીઓ એક થઇ જાઓ. મથુરામાં કૃષ્ણને બિરાજમાન કરાવવાના છે.