- સપ્તાહના પ્રથમ દિવસે સ્થાનિક બજારમાં ઉછાળો
- સ્થાનિક સૂચકાંકો BSE સેન્સેક્સ અને NSE નિફ્ટી શરૂઆતના વેપારમાં મજબૂત
- સેન્સેક્સે 300થી વધુ પોઈન્ટના વધારા સાથે ટ્રેડિંગ પર
સપ્તાહના પ્રથમ દિવસે સ્થાનિક શેરબજાર સારી ગતિ સાથે ખુલતા જોવા મળી રહ્યું છે. સેન્સેક્સ 62,848.19 પર છે. જેમાં +301.08 (0.48%) પોઇન્ટના ઉછાળા સાથે હાલ માર્કેટ ચાલી રહ્યું છે. આ અઠવાડિયે, રિઝર્વ બેંકની નાણાકીય નીતિ જાહેર થશે અને ઘણા વૈશ્વિક સંકેતો પણ બહાર આવશે, જેના આધારે ભારતીય શેરબજાર સારી ગતિએ વેપાર કરી શકે છે. આજના દિવસની શરૂઆત તેજી સાથે થઈ છે.
489 શેર ઘટ્યા અને 124 શેર યથાવત
આજની શરૂઆતે BSE સેન્સેક્સ 212.08 પોઈન્ટ એટલે કે 0.34 ટકાના વધારા સાથે 62,759.19 પર ખુલ્યો હતો. બીજી તરફ, NSEનો નિફ્ટી 77.90 પોઈન્ટ અથવા 0.42 ટકાના વધારા સાથે 18,612 પર ખુલ્યો હતો. 09:16 કલાકે, સેન્સેક્સ 358.78 પોઈન્ટ અથવા 0.57% વધીને 62,905.89 પર અને નિફ્ટી 100.10 પોઈન્ટ અથવા 0.54% વધીને 18,634.20 પર હતો. લગભગ 1823 શેર વધ્યા, 489 શેર ઘટ્યા અને 124 શેર યથાવત.