- આરોપીઓને જામીન પર મુક્ત કરવા હિતાવહ નથી : કોર્ટ
- જામીન પર મુક્ત થાય તો ફરી ગુનો આચરશે : સરકારી વકીલ
- ન્યાયના હિતમાં આરોપીઓને જામીન પર મુકત કરવા હિતાવત નથી
સરખેજમાંથી ચાર વર્ષની બાળકીનું અપહરણ કરનાર અરશી ઉર્ફે અરવિંદ ભીખાભાઈ ચૌહાણ અને સરમણ જેઠાભાઈ વાઘેલાની જામીન અરજી અમદાવાદ ગ્રામ્ય કોર્ટના બીજા અધિક જયુડી. મેજીસ્ટ્રેટ ફ્સ્ટ કલાસ એમ.ડી.વીરાણીએ ફગાવી દીધી છે. આરોપીઓને જામીન પર મુકત કરવામાં આવે તો સમાજમાં તેની ગંભીર છાપ ઉભી થાય તેમ છે. ન્યાયના હિતમાં આરોપીઓને જામીન પર મુકત કરવા હિતાવત નથી.
આ કેસની વિગત એવી છે કે, સરખેજમા વિસ્તારમાંથી ચાર વર્ષની બાળકીનું અરશી ઉર્ફે અરવિંદ ભીખાભાઈ ચૌહાણ અને સરમણ જેઠાભાઈ વાઘેલા અપહરણ કરીને લઈ ગયા હતા. જે અંગે સરખેજ પોલીસે ગુનો નોંધીને બે આરોપી ધરપકડ કરીને જેલમાં મોકલ્યા હતા. આરોપી અરશી ઉર્ફે અરવિંદ અને સમરણ વાધેલાએ જામીન અરજી કરી હતી.જેમાં સરકારી વકીલ ધીરુ જે. પરમારે કોર્ટને જણાવ્યુ હતુ કે, આરોપી સામે ગંભીર પ્રકારનો ગુનો છે. સમાજમાં આ પ્રકારના ગુનાઓ દિન પ્રતિદિન વધતા ગયા છે, આરોપીને જામીન પર મુકત કરવામાં આવે તો ફરીથી આ પ્રકારની ગુના આચરે તેવી પુરેપુરી શકયતા રહેલી હોય સમાજમાં તેની ગંભીર છાપ ઉભી થાય તેમ છે. જેથી જામીન અરજી ફગાવી જોઈએ. ત્યારબાદ કોર્ટે બન્ને આરોપીની જામીન અરજી ફગાવી દીધી છે.