સાવરકુંડલા સિનિયર પત્રકાર અને પ્રેસ ક્લબના કાર્યકારી અધ્યક્ષ પ્રતાપભાઈ ખુમાણ ના ખબર અંતર પૂછતાં સાવરકુંડલા શહેર પત્રકાર કલબનાં તમામ હોદેદારો
શહેર નું પત્રકાર એસોસિએશન મજબૂત અને અસરકારક બનાવવા થઈ વિસ્તુત ચર્ચા
સાવરકુંડલા ના પીઢ અને જર્નાલિસ્ટ.પત્રકાર અને શિક્ષણવિદ્દ અને પ્રેસ ક્લબના કાર્યકારી અધ્યક્ષ પ્રતાપભાઈ ખુમાણનાં સાવરકુંડલા શહેર પત્રકાર કલબ ના તમામ હોદેદારો ખબર અંતર પૂછવા ગયા અને આવતા દિવસો માં શહેર પત્રકાર એસોસિએશન મજબૂત અને સંગઠિત બનાવવા માટે વિસ્તુત અને વ્યાપક ચર્ચા ઓ કરવા માં આવી હતી
પ્રતાપભાઈ ખુમાણ પોતાની સ્કૂલમાં રીનોવેશન સમયે કામ કરતા કર્મચારી ને મદદ કરવા જતાં હતા તે દરમ્યાન ઉપર ના ભાગે થી કાચ ટૂટી ને પ્રતાપભાઈ ખુમાણ ને હાથ અંગુઠા ના ભાગે ગંભીર ઇજા થઇ હતી ત્યારે ડોક્ટર ધોળકિયા( MS ) ને ત્યાં રાત્રે 10.50 એ પહોંચી ડોકટર કે જે ઉપરના ભાગે જ રહે છે તેમણે સારવાર નો ઇન્કાર કરતા પ્રતાપભાઈ ત્યાં થી સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અને ત્યાંરબાદ વધુ સારવાર અત્રે ની સેવાભાવિ હોસ્પિટલ લલ્લુભાઇ શેઠ આરોગ્ય મંદિર ખાદીકાર્યલિય લઈ ગયેલ હતા ત્યાં ખૂબ જ સંતોષ કારક સારવાર અને ટીટમેન્ટ આપી હતી તે બાબત ની વાત વાયુવેગે પ્રસરીજતા સાવરકુંડલા પત્રકાર કલબ ના તમામ હોદેદારો પોતીકા એવા સરળ નિખાલસ વ્યક્તિ અને પત્રકાર અને સારા માર્ગદર્શક પ્રતાપભાઈ ખુમાણ ની ખબર અંતર પૂછવા દોડી ગયા હતા. જેમાં દીપકભાઈ પાંધી, બીપીનભાઈ પાંધી, યોગેશ ઉનડકટ, ઇકબાલ ગોરી, દિલીપ ઝીરૂકા, જીજ્ઞેશ ગળથીયા, સોહિલ શેખ, કેયુર વ્યાસ, ઇદ્રીશ જાદવ અને અમુક સભ્યો બહાર હોવાથી રૂબરૂ ન આવી શકતા,ABP ન્યુઝ હેડ હરેશ ખુમાણ, યશપાલ વ્યાસ, સુભાષ સોલંકી, એ પ્રતાપભાઈ ખુમાણનાં ખબર અંતર પૂછી ત્યારબાદ સાવરકુંડલા શહેર નું પત્રકાર એસોસિએશન વધુ મજબૂત અને અસરકારક બનાવવા નિધાર વ્યક્ત થયો હતો અને અમરેલી જિલ્લા પત્રકાર એકતા પરિષદ માં સાવરકુંડલા પત્રકાર એસોસિએશન ( પત્રકાર કલબ) જે યોગ્ય નામ અમારૂ શહેર સંગઠન નામ આપે તેને જ જિલ્લા માં સ્થાન આપવું તેવું નક્કી કરવા માં આવેલ છે
તેમજ પત્રકારીત્વ ક્ષેત્રે વર્ષો થી સંકળાયેલા અને જેમની કલમ થી ભલભલાને પોતાની શાન ઠેકાણે લાવી દીધી છે તેવા આર્દશ અને અનુભવી, સ્વચ્છ છબી ધરાવતા, મજાનું વ્યક્તિત્વ એવા પ્રતાપભાઈ ખુમાણ સાથે ખૂબ ચર્ચા કાર્ય બાદ તેમનું માર્ગદશન લઈ સાવરકુંડલા શહેર પત્રકાર કલબ શહેર માં સેવા કાર્યોથકી લોકો ને ઉપયોગી થવું અને શહેર ની જનતાની દરેક સમસ્યાને ઉકેલવા તત્પર રહેવું કેટલાક સુંદર રચનાત્મક કામો કરવા માં આવશે તેવી વિસ્તુત પણે ચર્ચા ઓ કરવા માં આવી હતી