Thursday, December 26, 2024

REGISTRATION NUMBER.: RNI - GUJGUJ/2009/30934

સિવિલ હોસ્પિટલમાં અચાનક સ્ટ્રેચર કેસરી થયુ | બાબાના દિવ્ય દરબારના શિડયુલમાં ફેરફાર

રાજકોટ સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે તથા બાબા બાગેશ્વરના અમદાવાદ મુલાકાતને લઈ મોટા સમાચાર સામે આવ્યા તેમજ અમદાવાદમાં એક ઈંચ વરસાદમાં કોર્પોરેશનની પોલ ખુલી છે આ સિવાયના મહત્વના સમાચાર…

વધુ વાંચો : રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અચાનક સ્ટ્રેચર કેસરી રંગના થયા

રાજકોટ સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે. જેમાં રાજકોટ સિવિલના સ્ટ્રેચર કેસરી રંગમાં રંગાયા છે. તેમાં 150 જેટલા સ્ટ્રેચરમાં અચાનક કેસરી કલર કરાયો હતો. જેમાં સિવિલના ઇન્ચાર્જ સુપ્રિટેન્ડેન્ટનો લૂલો બચાવ સામે આવ્યો છે.

વધુ વાંચો : અમદાવાદ: બાબાના દિવ્ય દરબારના શિડયુલમાં મોટો ફેરફાર

બાબા બાગેશ્વરના અમદાવાદ મુલાકાતને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં બાબાના દરબારમાં ગણતરીના લોકો જ હાજરી આપી શકશે. તેમાં મોટી સંખ્યમાં લોકોની ભીડ એકત્રીત થઈ શકશે નહી. તેમાં ચાણક્યપુરી ગ્રાઉન્ડ નાનું હોવાથી ભીડ ભેગી ન થાય તેનું ધ્યાન રખાશે.

વધુ વાંચો : બાબા બાગેશ્વર હેલિકોપ્ટર મારફતે અંબાજી દર્શનાર્થે જશે, જાણો સમગ્ર કાર્યક્રમ

ગુજરાતમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના વિવિધ જિલ્લાઓમાં કાર્યક્રમોને લઈ તડામાર તૈયારીઓ શરૂ થઇ છે. જેમાં સૌ પ્રથમ સુરતમાં ગઇકાલે અને આજે કાર્યક્ર્મ પૂર્ણ થયા બાદ આગળના કાર્યક્રમ સ્થળોએ પણ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ખાસ કરીને બાબા બાગેશ્વરનો અમદાવાદ ખાતે કાર્યક્રમ યોજાવાનો છે. તારીખ 28,29,30 મે અમદાવાદમાં વિવિધ વિસ્તારમાં કાર્યક્ર્મ યોજાશે જેની પહેલા બાબા બાગેશ્વર અંબાજીના મંદિરના દર્શન કરશે.

વધુ વાંચો : અમદાવાદમાં એક ઈંચ વરસાદમાં AMCની પોલ ખુલી

અમદાવાદમાં એક ઈંચ વરસાદમાં કોર્પોરેશનની પોલ ખુલી છે. જેમાં ભર ઉનાળે પડેલા વરસાદમાં પ્રીમોનસૂન કામગીરી ધોવાઈ ગઇ છે. તેમાં ફતેવાડી વિસ્તારમાં મસ મટો ભૂવો પડતા કાર ખાબકી છે. તથા સરસપુરમાં મહાકાય વૃક્ષ ધરાશાયી થતા એકનું મોત થયુ છે.

વધુ વાંચો : રાજ્યમાં માવઠાની આગાહી, જાણો કયા વિસ્તારમાં પડશે વરસાદ

રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા વરસાદની આગાહી કરાઇ છે. તેમજ સૌરાષ્ટ્ર, ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે. તેમાં 28 અને 29મેએ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.

વધુ વાંચો : ઇન્દોરથી અશોક ચક્ર, રાજસ્થાનથી સંગેમરમર, નવી સંસદમાં એક એકથી ચડીયાતી વસ્તુઓ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28 મેના રોજ નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરશે. આના બે દિવસ પહેલા એટલે કે 26 મેના રોજ પીએમએ પોતાના ટ્વિટર હેન્ડલથી નવી સંસદ ભવનનો વીડિયો શેર કર્યો હતો. 1.48 સેકન્ડના આ વીડિયોમાં સંસદની સુંદરતા અને ભવ્યતા જોઈ શકાય છે.

વધુ વાંચો : સારે જહાં સે અચ્છાના શાયર મોહમ્મદ ઇકબાલ DU અભ્યાસક્રમથી થશે બહાર

દિલ્હી યુનિવર્સિટી (DU)ની એકેડેમિક કાઉન્સિલે શુક્રવારે રાજકીય વિજ્ઞાનના અભ્યાસક્રમમાંથી પાકિસ્તાનના રાષ્ટ્રીય કવિ મોહમ્મદ ઈકબાલ પરના એક પ્રકરણને હટાવવાનો ઠરાવ પસાર કર્યો હતો. એકેડેમિક કાઉન્સિલના સભ્યોએ આ વાતની પુષ્ટિ કરી છે. અવિભાજિત ભારતના સિયાલકોટમાં 1877માં જન્મેલા ઈકબાલે પ્રખ્યાત ગીત ‘સારે જહાં સે અચ્છા’ લખ્યું હતું. તેમને ઘણીવાર પાકિસ્તાનનો વિચાર આપવાનો શ્રેય આપવામાં આવે છે. અધિકારીઓએ જણાવ્યું કે ઇકબાલ બીએના છઠ્ઠા સેમેસ્ટરના અભ્યાસક્રમમાં ‘મોડર્ન ઇન્ડિયન પોલિટિકલ થોટ’ નામના પ્રકરણનો ભાગ છે.

વધુ વાંચો : નવા સંસદ ભવનનો પહેલો વીડિયો જોઇ ગદગદ થયા બાબુલાલ મરાંડી

સંસદના નવા ભવન અંગે ચાલી રહેલ રાજકીય ધમાસાણ અટકવાનું નામ લેતું નથી. સત્તાધારી પક્ષ અને વિપક્ષ પોતપોતાની દલીલો અને દાવાઓથી એકબીજા પર પ્રહારો કરી રહ્યા છે. બંને તરફથી સમર્થન મેળવીને શક્તિ પ્રદર્શન કરવાની કવાયત પણ ચાલી રહી છે. નવી સંસદ અંગેના હોબાળાને આગામી લોકસભા ચૂંટણી સાથે પણ જોડવામાં આવી રહ્યો છે. 19 પક્ષોએ ઉદ્ઘાટન સમારોહનો વિરોધ કર્યો છે, જેમાંથી 3 રાષ્ટ્રીય સ્તરની પાર્ટીઓ છે.

વધુ વાંચો : શુભમન ગિલની તોફાની સદી પર સચિને તાળીઓ પાડી, કાનમાં કહી ખાસ વાત

શુભમન ગિલે IPL 2023ના બીજા ક્વોલિફાયરમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે રેકોર્ડબ્રેક સદી ફટકારી હતી. ગિલે માત્ર 60 બોલમાં 129 રન ફટકાર્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 10 સિક્સ અને 7 ફોર ફટકારી હતી. IPL 2023માં ગિલની આ ત્રીજી હતી. તે વિરાટ કોહલી (4) પછી એક સિઝનમાં સૌથી વધુ સદી ફટકારનાર ભારતીય બેટ્સમેન બન્યો હતો. ગિલે આ IPLમાં સૌથી વધુ 851 રન બનાવ્યા છે અને તે ઓરેન્જ કેપની રેસમાં સૌથી આગળ છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,906FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles