- સેવણી ગામ ખાતે આવેલા ફાર્મ હાઉસની ઘટના
- 17 માસની બાળકીને પહોંચી ગંભીર ઇજાઓ
- સિવિલ હોસ્પિટલમાં બાળકી સારવાર હેઠળ
સુરતના કામગેરજમાં આવેલા સેવણી ગામ ખાતે ફાર્મ હાઉસના સ્વિમિંગ પૂલમાં 17 માસની બાળકી રમતા-રમતા પડી હોવાની ઘટના સામે આવી છે. બાળતી સ્વિમિંગ પુરમાં ખાબકતા ગંભીર ઇજાઓ પહોંચી. બાળકીને ગંભીર હાલતમાં સારવાર અર્થે સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ છે. હાલ બાળકીની સુરત હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
રમતા રમતા બાળકી સ્વિમિંગ પુલમાં ખાબકી
મળતી માહિતી મુજબ સુરતના સરથાણા સ્થિત હરિકૃષ્ણ રેસીડેન્સીમાં રહેતા હિતેશભાઈ પેથાણી સોફ્ટવેર એન્જિનિયર છે. તેઓ પત્ની અને 17 માસની પુત્રી વેદિકાને લઈ રવિવારની રજા નિમિત્તે મિત્ર વર્તુળ સાથે કામરેજના સેવણી ગામમાં આવેલા ફાર્મ હાઉસમાં ગયા હતા. સાંજે તેઓ ઘરે પરત ફરવાની તૈયારી કરી રહ્યા હતા. તેવામાં તેમની દિકરી વેદિકા રમતા-રમતા બહાર નીકળી આવી હતી અને સ્વિમિંગ પુલ પાસે પહોંચી ગઈ હતી. માતા પિતા બાળકીને શોધવા બહાર નીકળે તે પહેલા વેદિકા સ્વિમિંગ પુલમાં પડી ગઈ હતી.
17 માસની બાળકી હોસ્પિટલમાં સારવાર હેઠળ
સ્વિમિંગ પુલમાં પડેલી બાળકીને ગંભીર ઇજાઓ પહોંચતા મિત્રની પત્નીએ સ્વિમિંગ પૂલમાં પડેલી વેદિકાને જોતા તાબડતોબ બહાર કાઢી લીધી હતી. ત્યારબાદ બાળકીને ગંભીર હાલતમાં પ્રથમ સારવાર માટે બારડોલી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. ત્યારબાદ સુરતની ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ હતી. ગુરુવારે સવારે વેદિકાને વધુ સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહી છે. વેદિકાની બાળ રોગ વિભાગના એનઆઇસી વોર્ડમાં સારવાર ચાલી રહી છે.