- સરકાર આર્થિક પેકજ ની જાહેરાત કરે તેવી માંગ
- 15% નાના અને મધ્યમ કારખાનાઓ 5 જૂન સુધી બંધ
- રત્નદીપ યોજના ની જાહેરાત સરકાર કરે તેવી માંગ
સુરતના હીરા ઉદ્યોગ પર મંદીનો માર ઓછો થવાનું નામ નથી લઈ રહ્યું ત્યારે હવે જ્યાં વર્ષોથી ઉનાળામાં માત્ર 7 દિવસનું વેકેશન આપવામાં આવતું હતું ત્યાં આ વખતે 15 દિવસનું વેકેશન આપવામાં આવ્યું છે. જ્યારે 15% નાના અને મધ્યમ હરોળના કારખાનાઓ 5 જૂન સુધી બંધ રહેશે.
સરકાર આર્થિક પેકજ ની જાહેરાત કરે તેવી માંગ
અમેરિકા અને યુરોપમાં મંદીને કારણે હીરા ઉદ્યોગ પર અસર જોવા મળી રહી છે. જેની સાથે જ યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધના કારણે રફ ડાયમંડની પણ અછત જોવા મળી રહી છે. તો બીજી તરફ ઘણી ફેક્ટરીઓમાં ઓવર પ્રોડક્શન પણ કરી લેવામાં આવ્યું હતું જેને કારણે હાલ મંદીની સ્થિતિ ઊભી થઈ છે. આવી સ્થિતિમાં કારખાનાના માલિકો પોતાનું આર્થિક નુકસાન બચાવવા માટે વેકેશન જાહેર કરી દીધા હોવાની ફરિયાદો આવી રહી છે.
સુરત ડાયમંડ વર્કર યુનિયન દ્વારા માગ કરવામાં આવી છે કે હાલ હીરા ઉદ્યોગમાં ફરી એકવાર મંદિરના એંધાણ દેખાઈ રહ્યા છે. રોજગારીને લઈને મોટો પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે. મોટાભાગની ફેક્ટરીઓમાં વેકેશન જાહેર તો કરી દેવામાં આવ્યું છે પરંતુ આ વેકેશન દરમિયાન રત્ન કલાકારોના પગાર નું શું થશે તેમના પરિવારનું ભરણપોષણ કેવી રીતે થશે તેનો કોઈ જવાબ કારખાને દારૂ આપતા નથી તેથી જિલ્લા કલેકટરને રજૂઆત કરવામાં આવી છે.
રત્નદીપ યોજના ની જાહેરાત સરકાર કરે તેવી માંગ
વેકેશન હોવાને કારણે રત્ન કલાકારોને વેતન આપવાનું રહેતું નથી જેનો લાભ તેવો આર્થિક રીતે મેળવી લેતા હોય છે. પરંતુ રત્ન કલાકારો માટે આ દિવસો ખૂબ જ કપરા બની જતા હોય છે તેમની પાસે અન્ય આવક ના કોઈ સાધન હોતા નથી અને એકાએક જ આ પ્રકારનું વેકેશન તેમના માટે આર્થિક મોટું નુકસાન બની રહે છે.
આ ઉપરાંત ડાયમંડ વર્કર યુનિયને રત્નદીપ યોજના લાગુ કરવા માંગ કરી છે. અને જિલ્લા કલેકટરને રજૂઆત કરવામાં આવી છે કે વેકેશન ભલે જાહેર કરતા હોય પરંતુ તેનો પગાર રત્ન કલાકારોને આપવો જોઈએ તેમજ રાજ્ય સરકારને પણ અમારી વિનંતી છે કે રત્નદીપ યોજના ઝડપથી લાગુ કરવામાં આવે જેથી કરીને રત્ન કલાકારોને જે આર્થિક મુશ્કેલીઓ થઈ રહી છે તેમાં થોડી રાહત મળી શકે.