- આરોપીએ પીડિતાને લાખો રૂપિયા આપવા મજબૂર કરી
- દુષ્કર્મ-ખંડણીના ગુનામાં ઇશ્વર પટેલની ધરપકડ
- પોલીસે સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી
સુરતના ડિંડોલીમાં પરિણીતાને પ્રેમજાળમાં ફસાવીને દુષ્કર્મ આચર્યા બાદ આરોપીએ બ્લેકમેલ કરીને રૂપિયા 25 લાખ પડાવ્યાની ઘટના સામે આવી છે. આરોપીએ પીડિતાને બ્લેકમેલિંગ કરીને વારંવાર નાણાં માંગતો હતો અને દુષ્કર્મ આચરતો હતો. પીડિતા પોતાના દાગીના ગિરવે મુકીને નાણા આપવા મજબૂર બની હતી. આરોપીએ પરિણીતાની 16 વર્ષીય દીકરી પર પણ નજર બગાડતા મામલો પોલીસમાં પહોંચ્યો હતો. પોલીસે આરોપી ઇશ્વર પટેલ ઉર્ફ વિક્રમ રાણાની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી છે.
દુષ્કર્મ-ખંડણીના ગુનામાં ઇશ્વર પટેલની ધરપકડ
મળતી વિગતો મુજબ સુરતના ડિંડોલીમાં રહેતી 38 વર્ષીય મહિલાના પતિ નોકરી કરે છે. 8 વર્ષ પહેલા મહિલા ઉધના ખાતે જીમમાં જતા હતા, ત્યારે તેમની મુલાકાત ઇશ્વર પટેલ સાથે થઇ હતી, ઇશ્વર તેની માતાને લઇ અહીં કસરત કરાવવા આવતો હતો. ઘરે અવર-જવર શરૂ થતા એકબીજાના મોબાઇલ નંબરની આપ-લે થઇ હતી. ફોન પર તેઓ નિયમિત વાતો પણ કરતા હતા. થોડા દિવસો બાદ ઇશ્વરે મકાનના હપ્તા ભરવાના બાકી હોવાનું કહીં મહિલા પાસે વારંવાર રૂપિયા લઇ જતો હતો. તેઓ પડોશીઓ પાસેથી પણ લઇને આરોપી ઇશ્વરને રૂપિયા આપતા હતા. ત્યારબાદ ઇશ્વરે મહિલાને પર્સનલ લોન લઇને સારો ધંધો કરવાની સ્કીમ આપી હતી. મહિલાના ડોક્યુમેન્ટ્સ લઇ ગયો હતો. ત્યારબાદ ઇશ્વરે મહિલાના પોતાના ઘરે બોલાવીને બળજબરી કરીને શરીર સંબંધ બાંધ્યો હતો. આરોપીએ તેને ધાક-ધમકી પણ આપી હતી. ત્યારબાદ ઇશ્વર પટેલ બ્લેકમેલિંગ કરી વારંવાર નાણાં માંગતો હતો અને દુષ્કર્મ આચરતો હતો. મહિલાએ પોતાના દાગીના ગિરવે મુકીને નાણા આપવા મજબૂર બન્યા હતા. દાગીના, રોકડ રકમ વગેરે મળીને ઇશ્વર પટેલે રૂ 25 લાખ પડાવી લીધા હતા.
આરોપીએ 16 વર્ષની દીકરી પર નજર બગાડી હતી
ત્યારબાદ 2 માસ પહેલા ઇશ્વરે ડિંડોલી તળાવ પાસે બોલાવીને અડપલા કરીને ધાક-ધમકી આપીને દુષ્કર્મ આચ્યુ હતું. આ સાથે આટલામાં અટકયો નહીંને 16 વર્ષની દીકરી પર નજર બગાડી હતી. થોડા દિવસો પછી મહિલાને કોલ કરીને તારા જેવી અનેક ભાભીઓને પ્રેમજાળમાં ફસાવી હોવાની ડંફાસ પણ આરોપી ઇશ્વર પટેલે મારી હતી. આખરે પતિને સમગ્ર હકીકત જણાવતા મામલો પોલીસમાં પહોંચ્યો હતો. ડિંડોલી પોલીસે દુષ્કર્મ-ખંડણીનો ગુનો નોંધ્યો હતો. જે ગુનામાં પીએસઆઇ મસાણી અને તેમની ટીમે ઇશ્વર ગોપાળ પટેલ ઉર્ફે વિક્રમ રાણા (ઉ.વ.32)ની ધરપકડ કરવામાં આવી હતી.
પીડિતાના નામે 2 કાર લઇને આરોપીએ બારોબાર વેચી મારી
ડિંડોલી પોલીસના જણાવ્યા મુજબ આરોપી ઇશ્વર પટેલ ભેજાબાજ છે. ભળતી વ્યક્તિના ડોક્યુમેન્ટ્સ પર કાર લેવામાં તે માહેર છે. પીડિતા મીનાબેન પાસે પર્સનલ લોનના નામે ડોક્યુમેન્ટ્સ મેળવી બે કાર મેળવી લઇ બારોબાર વેચી મારી હતી. ભોપાળું બહાર આવતા ઇશ્વરે ખુદ ડિંડોલી પોલીસમાં આ મામલે ફરિયાદ પણ નોંધાવી હતી. ડિંડોલી પોલીસે મસગ્ર મામલે ઇશ્વર ગોપાળ પટેલ ઉર્ફે વિક્રમ રાણાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.