- સુવાલી અને ડુમસ બીચ પ્રવાસીઓ માટે બંધ
- અધિકારી-કર્મચારીઓને હેડકવાર્ટર ન છોડવા આદેશ
- તમામ કર્મચારીઓને રજા રદ કરી હાજર રહેવા સૂચના
સુરતના બંને બીચ બંધ કરવામાં આવ્યા છે. જેમાં દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો છે. ત્યારે બિપોરજોય વાવાઝોડાને લઈને સુરત તંત્ર એલર્ટ પર છે. તથા દરિયામાં ભારે કરંટ જોવા મળતા સુવાલી અને ડુમસ બીચ પ્રવાસીઓ માટે બંધ કરાયા છે.
દરિયા કિનારે ભારે કરંટ જોવા મળ્યો
અધિકારી-કર્મચારીઓને હેડકવાર્ટર ન છોડવા આદેશ આપવામાં આવ્યા છે. તથા તમામ કર્મચારીઓને રજા રદ કરી હાજર રહેવા સૂચના આપવામાં આવી છે. સંભવિત બિપોરજોય વાવાઝોડાની આગાહીને પગલે જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ મોડમાં છે. તેથી શહેરના બંને બીચ બંધ કરવામાં આવ્યા છે. ત્યારે દરિયા કિનારે ભારે કરંટ જોવા મળ્યો છે. જેમાં દરિયા કિનારે ભારે કરંટથી મોજા ઉછળી રહ્યા છે. તેથી સુવાલી તથા ડુમસ બીચ લોકો માટે બંધ કરવામાં આવ્યો છે.
દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ
બિપરજોય વાવાઝોડાની અસરના પગલે આગામી બે દિવસ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આજે નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગરમાં વરસાદની આગાહી છે. તથા 10 જૂને સુરત, નવસારી, ડાંગ, વલસાડ, ભરૂચ, તાપી, જૂનાગઢ, અમરેલી, ગીરસોમનાથ, ભાવનગરમાં વરસાદ વરસી શકે છે. જ્યારે 11 જૂને વડોદરા, સુરત, નવસારી, ડાંગ, વલસાડ, નર્મદા, ભરૂચ, તાપી, રાજકોટ, પોરબંદરમાં વરસાદ પડી શકે છે. 12 જૂનના રોજ, આણંદ, વડોદરા, સુરત, નવસારી, ડાંગ, નર્મદા, વલસાડ, ભરૂચ, તાપી, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, જામનગર, દ્વારકા, અમરેલી, ગીરસોમનાથ અને ભાવનગરમાં વરસાદ પડવાની શક્યતા છે.