- સાંજે પરત ન ફરતા પરિવારજનો શોધખોળ માટે નીકળ્યા
- મનીષાબેન ગામિતની લાશ ન મળતા માંડવી ફાયરબ્રિગેડની ટીમ શોધખોળ કરી રહી
- બે વ્યક્તિની લાશ ન મળતા માંડવી ફાયરની ટીમ શોધખોળ હાથ ધરી
માંડવીની અંકુર હોસ્પિટલની પાછળ રહેતા ગામિત પરિવારના ત્રણ સભ્યો નહેરમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. જેમાં એક વ્યક્તિની લાશ મળી આવી છે. જ્યારે બે વ્યક્તિની લાશ ન મળતા માંડવી ફાયરની ટીમ શોધખોળ હાથ ધરી છે.
માંડવીમાં આવેલી અંકુર હોસ્પિટલની પાછળ રહેતા નરેશભાઈ ઉર્ફે નિતેશ ગામિત છેલ્લા છ મહિનાથી તડકેશ્વર ખાતે કામ પર જવાનું છોડી દેતા તેમની પત્ની ઉજાલાબેન ઉર્ફે મનીષાબેન સાથે કામ બાબતે બોલાચાલી થતા પત્ની ઉજાલાબેન ઘરેથી અચાનક નીકળી ગઈ હતી. જેથી નિતેશની માતાએ તેના પુત્રને મારી વહુ ઉજાલા રીસાઇને ઘરેથી વાધનેરા ગામની સીમમાં કાકરાપાર ડાબા કાંઠા નહેર તરફ જતી રહી છે. જેથી તેને રોકવા માટે માતા અને દીકરો નિતેશ એને સમજાવા માટે ગયા હતા. પરંતુ ત્રણેય જણા મોડી સાંજે પરત ન ફરતા પરિવારજનો શોધખોળ માટે નીકળ્યા હતા.
તે દરમિયાન નહેરમાંથી શીલાબેન ગામિત (ઉં.વ. 45)ની લાશ મળી આવી હતી જ્યારે નરેશ ગામીત (ઉં.વ. 23), મનીષાબેન ગામિતની લાશ ન મળતા માંડવી ફાયરબ્રિગેડની ટીમ શોધખોળ કરી રહી છે.