- સતત મોબાઈલ વાપરતી વિદ્યાર્થીનીને માતાએ ઠપકો આપ્યો હતો
- ઓરિસ્સાવાસી વિદ્યાર્થીનીને માઠું લાગી આવતા ગળે ફાંસો ખાધો
- ઓલપાડ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
મોબાઈલની લત બાળકો માટે કેટલી જોખમી છે તેનો એક કિસ્સો સુરતના સાયણમાં બન્યો છે. આ ચોંકાવનારી ઘટનામાં સુરતના ઓલપાડના સાયણ ગામની 9માં ધોરણમાં ભણતી સગીરાએ મોબાઈલ વાપરવાની ના કહેતા ગળે ફાસો ખાઈને આત્મહત્યા કરી હતી. સગીરાનો પરિવાર મૂળ ઓરિસ્સાનો વાતની છે અને હાલ ગુજરાતમાં રહે છે.
બનાવની વિગતો એવી છે કે ઓલપાડના સાયણમાં સગીરા સતત મોબાઈલ વપરાતી હોઈ તેની માતાએ ઠપકો આપ્યો હતો અને મોબાઈલ ન વાપરવા માટે કહ્યું હતું. વિદ્યાર્થિનીને આ વાતનું ખોટું લાગી જતાં ગળે ફાંસો ખાધો હતો. આ અંગે ઓલપાડ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.