- રીંગરોડ સ્થિત ખ્વાજા નગરની ઘટના
- સુરત મહાનગર પાલકા સંચાલિત છે આંગણવાડી
- કતલ કરવાના ઇરાદે લવાયા હતા પશુ
રાજ્યમાં આંગણવાડીની ખરાબ હાલતની સ્થિતિ અંગે ઘણી વખત વિવાદો ઊભા થયા છે. સુરત મહાનગરપાલિકાના લિંબાયત ઝોનમા આવેલા ખ્વાજા નગરની આંગણવાડીમાં કતલખાને જતા ઢોર બાંધતા હોવાની વિગતો સામે આવી છે. જે પછી ગૌ સેવકો દ્વારા આ વિડીયો સાથે પાલિકા- પોલીસને રજૂઆત કરવામા આવી છે.
સુરત પાલિકાના લિંબાયત ઝોનમાં ખ્વાજા નગર વિસ્તારમાં બાળકોને પોષક ખોરાક મળે તે માટે આંગણવાડી બનાવવામાં આવી છે. આ આંગણવાડીમાં અનેક બાળકો આવે છે અને સ્ટાફ પણ કામગીરી કરે છે. પરંતુ કેટલાક માથાભારે તત્વો દ્વારા કતલખાને આવતા ઢોર આંગણવાડી કેમ્પસમાં બાંધી દેતા હોવાની ફરિયાદ થઈ રહી છે..
આ અંગેના વિડીયો સાથે કેટલાક ગૌસેવકોએ પાલિકા અને પોલીસને રજુઆત કરી છે. આ પ્રકારના ગુનાહિત કૃત્ય જોઈને તંત્ર પણ ચોંકી ઉઠ્યું છે જોકે, હજી સુધી આંગણવાડી માંથી ઢોરનો ત્રાસ દુર કરવામાં તંત્ર સફળ રહ્યું નથી જેના કારણે જીવદયા પ્રેમીઓ માં ભારે રોષ જોવા મળી રહ્યો છે.