Home Gujarat સુરતનો મોરડીયા પરિવાર પિંખાયો, મોટી દીકરીએ પણ જીવન ટુંકાવ્યું

સુરતનો મોરડીયા પરિવાર પિંખાયો, મોટી દીકરીએ પણ જીવન ટુંકાવ્યું

0
133
સુરતમાં અંતિમ પગલું ભરનાર માતા પુત્ર-પુત્રીનું મોત, પિતાની હાલત ગંભીર

  • રૂચિતા વીનુ મોરડીયાની બંને દીકરીઓમાં મોટી દીકરી
  • ખાનગી હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાતી દીકરી
  • સુરતના સરથાણાના પરિવારે કર્યો હતો સામુહિક આપઘાત

બે દિવસ પહેલા સુરતના સરથાણા વિસ્તારમાં મોરડિયા પરિવારના ચાર સભ્યોએ ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી જીવનનો અંત આણ્યો હતો. ત્યારે હવે આ પરિવારની મોટી દીકરીએ પણ આપઘાતનો પ્રયાસ કર્યો છે. અને હાલ તે લાલ દરવાજા ખાતે એક ખાનગી હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે.

બુધવારે રાત્રે સીમાડા નહેર BRTS રોડ પર સરથાણા વિસ્તારના મોરડીયા પરિવારના ચાર સભ્યોએ અનાજમાં નાખવાની દવા પી લેવાની ઘટનામાં માતા પુત્ર અને પુત્રી સારવાર દરમિયાન મોતને ભેટ્યા હતા. જ્યારે થોડા સમય બાદ પિતાનુ પણ મોત થયું હતું. આ ઘટનામાં જ્યાં આપઘાત કરનાર ચારેયના મોત થઈ ગયા હતા ત્યાં આ ઘટના સમયે મોટી દીકરી અન્યત્ર ગયેલ હોવાથી તેનો જીવ બચી ગયો હતો.

સુરતના રત્નકલાકારે આર્થિક સંકડામણના કારણે પરિવાર સાથે અંતિમ પગલું ભર્યું હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જ્યારે મોટો એક દીકરો મિત્રની સાથે ગયો હતો જ્યારે એક દીકરી માસીના ઘરે ગઈ હતી. આથી આ બન્ને બચી ગયાં છે. રત્નકલાકારે દવા પીધા બાદ કૌટુંબિક ભાઈને ફોન કરી કહ્યું હતું કે, મારા દીકરા અને દીકરીને સાચવી લેજે.

લેશપટ્ટીનું કામ કરતા હતા માતા-પુત્રી

આર્થિક સંકડામણ અનુભવતા સુરતના પરિવારનો દરેક સભ્ય કંઈકને કંઈક કામ કરતો હતો. જેમાં વિનુભાઈ રત્નકલાકાર હતા અને પત્ની તથા પુત્રી લેસ પટ્ટીનું કામ કરી રહ્યા હતા.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here