- અનાજમાં નાંખવાની દવા પી કર્યો હતો આપઘાતનો પ્રયાસ
- હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ માતા અને પુત્રીનું કરૂણ મોત
- માતા-પુત્રીના મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે સ્મીમેર લઈ જવાયા
બુધવારે રાત્રે સીમાડા નહેર BRTS રોડ પર સરથાણા વિસ્તારના મોરડીયા પરિવારના ચાર સભ્યોએ અનાજમાં નાખવાની દવા પી લેવાની ઘટનામાં માતા પુત્ર અને પુત્રી સારવાર દરમિયાન મોતને ભેટ્યા હતા. તમામના મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયા છે. જ્યારે પિતાની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.
સરથાણા યોગીચોક સ્થિત વિજયનગર સોસાયટીમાં રહેતા વિનુભાઈ ખોડાભાઈ મોરડીયા (ઉ.વ. 50) તેમની પત્ની શારદાબેન અને પુત્રી ટીના ઉર્ફે સૈનિતા તેમજ પુત્ર ક્રિસ સીમાડા નહેર બીઆરટીએસ રોડ પરથી ઝેરી દવા પીધેલી હાલતમાં મળી આવ્યા હતા. સંબંધીઓને જાણ થતા તેમને લોકો અને પોલીસની મદદથી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. જોકે માતા શારદાબેન, દીકરી ટીના અને પુત્ર ક્રિસનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જ્યારે વિનુભાઈ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. વિનુભાઈને સંતાનમાં બીજા એક એક પુત્ર પુત્રી હતા. હાલ સરથાણા પોલીસ દ્વારા બનાવા અંગે તપાસ કરવામાં આવી રહી છે.