- સુરતના ગોપીયન ગામમાં ધીરેન્દ્ર શાસ્ત્રી રોકાયા
- દરબાર પહેલા ધીરેન્દ્ર શાસ્ત્રીનો રોડ-શો યોજાશે
- લિંબાયતના નીલગીરી ગ્રાઉન્ડમાં દિવ્ય દરબાર
સુરતમાં આજે ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાવા જઇ રહ્યો છે. જેમાં સુરતના ગોપીયન ગામમાં ધીરેન્દ્ર શાસ્ત્રી રોકાયા છે. તેમજ દરબાર પહેલા ધીરેન્દ્ર શાસ્ત્રીનો રોડ-શો યોજાશે. તથા લિંબાયતના નીલગીરી ગ્રાઉન્ડમાં દિવ્ય દરબાર યોજાવા જઇ રહ્યો છે.
કાર્યકમ પહેલા ખુલ્લી જીપમાં એક નાનકડો રોડ-શો પણ કરશે
શહેરમાં 2 લાખથી વધુની જનમેદની ઉમટવાનો દાવો છે. જેમાં દરબારને લઈ 2500થી વધુ પોલીસ જવાન તૈનાત છે. તેમજ SRP જવાન સહીત ખાનગી બાઉન્સર પણ તૈનાત છે. બાગેશ્વરે ધામના ધિરેન્દ્ર શાસ્ત્રી સુરતમાં આવી પહોંચ્યા છે. તેમજ સુરતના ગોપીયન ગામ ખાતે બાબા રોકાયા છે. લીંબાયતના નીલગીરી ગ્રાઉન્ડ ખાતે દિવ્ય દરબાર સાથે કથા કરશે. સાથે જ કાર્યકમ પહેલા ખુલ્લી જીપમાં એક નાનકડો રોડ-શો પણ કરશે.
બે લાખથી વધુની જનમેદની ઊમટવાનો દાવો
બે લાખથી વધુની જનમેદની ઊમટવાનો દાવો આયોજકો દ્વારા કરવામાં આવ્યો છે. તેમજ દરબારને લઈ 2500થી વધુ પોલીસ જવાન તૈનાત છે. સાથે જ SRP જવાન સહીત ખાનગી બાઉન્સર પણ તૈનાત કરવા આવ્યા છે. સાંજે 5 વાગ્યે દરબારની શરૂઆત થશે તેવું જાણવા મળ્યું છે.