- સુરતમાં સાયબર ક્રાઇમને મળી મોટી સફળતા
- ઉંન વિસ્તારમાં દરબાર નગર મદની મસ્જીદની બાજુમાં દરોડા
- સાયબર ક્રાઇમે વસીમ અકરમ હુશેન પટેલમાં ઘરે કરી રેડ
સુરત સાયબર ક્રાઇમે આજે એક દરોડા દરમિયાન કરોડોની ભારતીય ચલણી નોટો સાથે એક વ્યક્તિની ધરપકડ કરી છે. બુધવારે સુરતમાં સાયબર ક્રાઇમને મોટી સફળતા મળી હતી જેમાં રૂ. 1.41 કરોડની ચલણી નોટો સાથે એક વ્યક્તિને ઝડપી પાડવામાં આવ્યો હતો.
સાયબર ક્રાઇમને મળેલી બાતમીના આધારે સુરતના ઉંન વિસ્તારમાં દરબાર નગર મદની મસ્જીદની બાજુમાં દરોડા પાડયા હતા. સાયબર ક્રાઇમે વસીમ અકરમ હુશેન પટેલમાં ઘરે રેડ કરી હતી. આ રેડમાં રૂ. 1.41 કરોડની કરન્સી નોટ્સ મળી આવી હતી. પોલીસ ચલણી નોટો કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
રેડ દરમિયાન રૂ.2,000ના દરની 500 નોટ્સ, રૂ.500ના દરની 23,100 નોટ્સ અને રૂ.200ના દરની 6,000 નોટ્સ મળી આવી હતી. સાયબર સેલે આ નોટ્સને કબજે કરી અને વસીમ અકરમ હુશેન પટેલની સામે ધોરણસરની કાર્યવાહી શરૂ કરી છે.