- પીપલોદના કારગીલ ચોક વિસ્તારની ઘટના
- અન્ય કારચાલકે કાબૂ ગુમાવતા થયો અકસ્માત
- ઘટનામાં મંત્રી રાઘવજી પટેલને કોઈ ઇજા નહીં
સુરતમાં કૃષિમંત્રી રાઘવજી પટેલની કાર સાથે અન્ય કારનો અકસ્માત થયાની ઘટના સામે આવી છે. કેબિનેટ મંત્રી રાધવજી પટેલની કારને અકસ્માત નડ્યો છે. પીપલોદના કારગીલ ચોક વિસ્તારમાં આ અકસ્માતની ઘટના બની છે. આ અકસ્માતની ઘટનામાં કૃષિમંત્રી રાઘવજી પટેલને કોઈ ઇજા પહોંચી નથી.
અન્ય કારચાલકે કાબૂ ગુમાવતા થયો અકસ્માત
સુરતના પીપલોદના કારગીલ ચોક વિસ્તારમાં કેબિનેટ મંત્રી રાધવજી પટેલની કારને અકસ્માત નડ્યો છે. કૃષિમંત્રી રાઘવજી પટેલની કાર સાથે અન્ય કાર ધડાકાભેર અથડાઈ હતી. મળતી માહિતી મુજબ પીપલોદના કારગીલ ચોક વિસ્તારમાં મંત્રી રાધવજી પટેલની કારનો અકસ્માત થયાની ઘટના બની છે. પાછળથી આવતી કારની બ્રેક ન લાગવાના કારણે કાર મંત્રી રાઘવજી પટેલની કાર સાથે ધડાકાભેર અથડાઈ હતી. મંત્રી રાઘવજી પટેલની કારની આગળના સાઈડના ભાગમાં નુકસાન થયું છે. આ અકસ્માતની ઘટનામાં કૃષિમંત્રી રાઘવજી પટેલને કોઈ ઇજા પહોંચી નથી.