- પતિ-પત્ની વચ્ચે ચાલી રહ્યો છે કોર્ટમાં કેસ
- ભરણપોષણના કેસને લઈ પતિએ કર્યો હુમલો
- પોલીસે હુમલો કરનાર પતિની કરી અટકાયત
સુરતના કોર્ટની બહાર ફરી એકવાર હુમલાના ઘટના બની છે. જેમાં એક પતિએ જ પત્ની પર હુમલો કર્યો છે. આજે સુરત કોર્ટની બહાર પતિએ પત્ની પર હુમલો કર્યો છે. જો કે પત્નીને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે ત્યાં જેની વધુ સારવાર કરવામાં આવી રહી છે.
આ અંગે મળતી માહિતી અનુસાર, લાંબા સમયથી પતિ-પત્નની ભરણપોષણનો કેસ ચાલી રહ્યો હતો. જેના માટે આજે કોર્ટમાં સુનાવણી હતી આ દરમિયાન પતિએ કોર્ટની બહાર જ પત્ની પર ચપ્પુથી હુમલો કર્યો છે. જે પછી પોલીસે તાત્કાલિક પતિની ધરપકડ કરી છે જ્યારે પત્નીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે, જ્યાં તેની સારવાર કરવામાં આવી રહી છે.
જોકે નોંધનીય છેકે, સુરત કોર્ટની બહાર આ પ્રકારની બીજી ઘટના બની છે જ્યારે કોઈ વ્યક્તિ પર કોર્ટની બહાર જ હુમલો કર્યો હોય. અગાઉ પણ અંગત અદાવતમાં કોર્ટની બહાર જ બે ગેંગના લોકોએ એકબીજા પર હુમલો કર્યો હતો અને એક વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી.