- ચાર્ટર્ડ ફ્લાઈટને 350 કિલોના વજન સાથે સાંકળથી બાંધી દેવાયા
- ત્યારે દરિયા કિનારે ફોટો સેશન કરતા લોકો નજરે પડ્યા
- પોલીસ બંદોબસ્ત નહીં હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા
સુરત શહેર દરિયા કિનારે બિપોરજોય વાવાઝોડાને લઈને જિલ્લામાં તંત્ર એલર્ટ મોડ પર છે. તકેદારીના ભાગરૂપે બીચ પણ સહેલાણીઓ માટે બંધ કરી દેવામાં આવ્યા છે તો બીજી તરફ સુંવાલી દરિયામાં કરંટ સાથે ઉંચા મોજા ઉછળી રહ્યા છે. આ ઉપરાંત સુરત જિલ્લામાં 24 કલાક કંટ્રોલ રૂમ પણ શરુ કરી દેવામાં આવ્યો છે તેમજ સુરત જિલ્લાના અધિકારી-કર્મચારીઓને હેડક્વાર્ટર ન છોડવા જિલ્લા કલેકટરે આદેશ કર્યો છે.
આ વચ્ચે સુરત જિલ્લાના દાંડી દરિયા કિનારે તંત્રની બેદરકારી સામે આવી છે. જેમાં વાવાઝોડાના સંકટ વચ્ચે લોકો દરિયા કિનારે ઉમટ્યા છે. તેમજ દરિયા કિનારે ફોટો સેશન કરતાં સહેલાણીઓ જોવા મળ્યા છે. દાંડી દરિયા કિનારે પોલીસનો બંદોબસ્ત નહીં હોવાના દ્રશ્યો સામે આવ્યા છે.
બીજી તરફ સુંવાલી બીચ પર કરંટ સાથે ઉંચા મોજા ઉછળી રહ્યા છે. સંભવિત વાવાઝોડા સંદર્ભે વાવાઝોડું શાંત ન થાય ત્યાં સુધીના સમયગાળા દરમિયાન સુરત જિલ્લામાં સાવચેતી અને સલામતીના પગલાં સુનિશ્ચિત કરવા આવશ્યક છે. સંભવિત વાવાઝોડાની પરિસ્થિતિને ધ્યાને લઈ ઈન્ચાર્જ જિલ્લા કલેકટર બી.કે. વસાવાએ સુરત જિલ્લાના તમામ અધિકારી-કર્મચારીઓને પૂર્વ મંજુરી સિવાય હેડ કવાર્ટર ન છોડવાનો આદેશ કર્યો છે.
વાવાઝોડાએ દરિયાકિનારે વસતા લોકો માટે મુશ્કેલી ઊભી કરી છે, ત્યારે હવે સુરતના તમામ બીચ બંધ કરવામાં આવ્યા છે. 24 કલાક કંટ્રોલ રૂમ શરુ કરાયો છે. મનપા દ્વારા જોખમી બેનર અને હોર્ડિંગસ ઉતારી લેવામાં આવ્યા છે. વાવાઝોડાની સ્થિતિને લઈને સિવિલ અને સ્મીમેર હોસ્પિટલ તંત્ર પણ એલર્ટ બન્યું છે. 15 મી જુન સુધી રો-રો ફેરી અને દરિયાકાંઠો સહેલાણીઓ માટે બંધ કરાયો છે. તેમજ તકેદારીના ભાગરૂપે હાઈ માસ્ટ લાઈટ ઉતારી લેવામાં આવી છે. ફાયર વિભાગ પણ સ્ટેન્ડ બાય છે.