- વેડ વરિયાવ બ્રિજના રસ્તા વચ્ચે આવેલા કથિત ધાર્મિક સ્થાનનું ડિમોલિશન
- રાત્રે 12 વાગ્યે પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું
- સ્થાનિકો અને પોલીસ વચ્ચે થયું ઘર્ષણ
સુરત મહાનગરપાલિકા અને સુરત શહેર પોલીસ દ્વારા મંગળવારે રાત્રે એક સંયુક્ત ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. જેમાં તાપી નદી ઉપર 118 કરોડના ખર્ચે સાકાર થયેલા વેડ વરિયાવ બ્રિજના લોકાર્પણના 48 કલાક પહેલા વરિયાવ તરફના છેડે નડતરરૂપ કથિત ધાર્મિક બાંધકામ દૂર કરવામાં આવ્યું હતું.
માહિતી અનુસાર થોડા સમય અગાઉ આ બ્રિજના એપ્રોચ નજીક લીલા રંગની એક દિવાલ બનાવી દેવામાં આવી હતી. અંદરના ભાગે ચાદર ચઢાવી તેને કબરનું સ્વરૂપ આપવામાં આવ્યું હતું. ધાર્મિકતાની આડમાં કથિત આ બાંધકામ મંગળવારે રાત્રે તંત્રના સંયુક્ત ઓપરેશન હેઠળ દૂર કરવામાં આવ્યું હતું.
રાત્રે 12 વાગ્યે પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું
એવું પણ સામે આવ્યું છે કે, સ્થાનિક અને પોલીસ વચ્ચે સ્થળ પર ઘર્ષણ પણ થયું હતું. જેના માટે મોડી રાત્રે સ્થળ ઉપર લોખંડી પોલીસ પહેરો ગોઠવી દેવામાં આવ્યો હતો. જે પછી મધરાત્રે 12:00 કલાકે શરૂ થયેલું આ ઓપરેશન ડિમોલિશન સવારે પૂર્ણ થયું હતું. જેમાં ડામર રોડ બનાવી સવારે આઠ કલાકે રોડ શરૂ કરી દેવામાં આવ્યો હતો.