Wednesday, December 25, 2024

REGISTRATION NUMBER.: RNI - GUJGUJ/2009/30934

સુરતમાં પોલીસની દાદાગીરી, કાપડના વેપારીને એટલો માર માર્યો કે 108 બોલાવી પડી

  • કાપડના વેપારીને ચેકિંગ દરમિયાન અટકાયત કરી માર માર્યો
  • માથા પર પગ મુકી પોલીસ કર્મી ઊભા રહી ગયા
  • યુવકે ગ્રહ મંત્રી હર્ષ સંઘવી અને PMOમાં કરી ફરિયાદ

સુરતની ઉમરા પોલીસની દાદાગીરી સામે આવી છે. જેમાં રવિવારની રાત્રે ઉમરા કેબલ બ્રિજ ઉતરતાં વાહન ચેકિંગમાં ઉભેલાં બે વેપારી ભાઇઓને ઉમરા પોલીસે બેરહેમીપૂર્વક ફટકાર્યા હોવાની વિગત સામે આવી છે. જેમાં કાપડ વેપારીને મારી મારીને કાનનો પડદો ફાટી ગયા હોવાના પણ પણ ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યા છે. એટલું જ નહીં વેપારી યુવકે ગંભીર આક્ષેપ સાથેની ફરિયાદ ટ્વીટર ઉપર PMO, CMO અને રાજ્ય ગૃહમંત્રીને કરવામાં આવી છે. આ સમગ્ર ઘટના દરમિયાન પોલીસે યુવકના માથા પર પગ મુકીને ઊભા રહ્યા હોવાની પણ માહિતી સામે આવી રહી છે.

અડાજણ ગંગેશ્વર મહાદેવ મંદિર પાસે ક્રિસ્ટલ એપા.માં રહેતાં અને કાપડના વેપાર સાથે સંકળાયેલા રાજેન્દ્રસિહ મહીડા તેમના મોટા ભાઇ અજયસિંહ સાથે તેમની કાર લઇ કેબલ બ્રિજના ઉમરા તરફના છેડે પહોંચ્યા હતા તે વખતે ઉમરા પોલીસ સચીનમાં થયેલી હત્યાને અનુસંધાને પોલીસ શકમંદનો ચેક કરી રહી હતી.

ચેકિંગ દરમિયાન પોલીસ મથકના સબ ઇન્સપેક્ટર અને તેમની સાથેના પોલીસ કર્મચારીઓએ આંતર્યા હતા. તેઓ દ્વારા બીજા વાહન ચાલકો સાથે અણછાજતું વર્તન કરાઇ રહ્યાનું મોબાઇલ ફોનમાં શૂટિંગ કરતાં પોલીસે મોબાઇલ ફોન આંચકી લીધો હતો. તે વખતે આ બંને ભાઇઓએ સંઘર્ષ ઉપર ઉતરી આવ્યા હતા. જે પછી બંને ભાઇઓને પોલીસ મથકે લઇ જઇ ઢોર માર મારવામાં આવ્યો હતો. તેમના પ્રાઇવેટ પાર્ટસ પકડી અમાનુષી વર્તન કરવામાં આવ્યું છે.

પોલીસ દ્વારા તેમની વિરૂદ્ધ અટકાયતી પગલાં પણ ભરવામાં આવ્યા હતા. પોલીસના મારથી તબિયત બગડતાં 108 ને બોલાવી સારવાર પણ કરાવી હતી. પોલીસ દ્વારા કરાયેલા ગેરવર્તનને લઇને આ વેપારીએ PMO, CMO અને રાજ્ય ગૃહમંત્રીને ફરિયાદ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવા માટેની માંગણી કરી છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,906FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles