- બરફગોળાના રંગ અને આઈસ્ક્રીમના સેમ્પલો ફેલ
- ગયા મહિને લેવાયેલા સેમ્પલો પૈકી 8 નમુના ફેલ
- નમુના ફેલ થતા સંચાલક સામે દાખલ થશે ફરિયાદ
સુરતમાં ફૂડ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં બરફગોળાના રંગ અને આઈસ્ક્રીમના સેમ્પલો ફેલ થયા છે. તેમજ ગયા મહિને લેવાયેલા સેમ્પલો પૈકી 8 નમુના ફેલ થયા છે. નમુના ફેલ થતા સંચાલક સામે ફરિયાદ દાખલ થશે.
અડાજણની જયભવાની ડીશ ગોળાની ક્રીમના નમુના ફેલ
અડાજણની જયભવાની ડીશ ગોળાની ક્રીમના નમુના ફેલ થયા છે. તેમજ ઘોડદોડ જીબી ફૂડસના રોયલ ચોકલેટના નમૂના પણ ખામીયુક્ત નિકળ્યા છે. ઉનાળામાં ઠંડકની ખાદ્ય વસ્તુઓમાં ભેળસેળ જોવા મળી છે. જેમાં બરફગોળાના રંગ અખાદ્ય અને આઈસ્ક્રીમમાં પામ ઓઈલ જોવા મળ્યું છે. તેમાં ગયા મહિને લેવાયેલા સેમ્પલો પૈકી 8 ફેઈલ થયા છે. જેમાં ખાનારાનું હવે શું..? તે મોટ પ્રશ્ન લોકોને સતાવી રહ્યો છે.
સંસ્થાના સંચાલક સામે પાલિકા ફરિયાદ દાખલ કરશે
અડાજણની જયભવાની ડ્રાયફૂટ ડીશ ગોળાની ક્રીમ અને ઘોડદોડના જીબી ફૂડસના રોયલ ચોક્લેટ સહિત અનેક નમૂના ખામીયુક્ત છે. ફૂડ વિભાગના રિપોર્ટના આધારે હવે સંસ્થાના સંચાલક સામે પાલિકા ફરિયાદ દાખલ કરશે. તથા સેમ્પલોમાં બરફગોળામાં વપરાયેલા રંગો અખાધ્ય અને આઇસ્ક્રીમમાં પામ ઓઇલ જેવા પદાર્થો વપરાતા હોવાનું બહાર આવ્યું છે. તે માનવીના શરીરને ખૂબ હાની પહોંચાડે છે.