- બસમાં મુસાફરોની હાજરી વચ્ચે ચાલકનો સ્ટંટ
- સિટી બસ બંધ પડતા અન્ય બસથી ધક્કો માર્યો
- ટો-વેનની જગ્યાએ બસથી ચાલકે માર્યો ધક્કો
સુરતમાં બંધ હૈ મોટર કાર ચલ યાર ધક્કા માર જેવી સ્થિતિ જોવા મળી છે. તેમાં SMCના કોન્ટ્રાકટ હેઠળ સિટી બસ ચાલે છે. જેમાં વારંવાર બેદરકારી જોવા મળે છે. તેમાં નાનપુરા ખાતે સિટી બસ બંધ પડી હતી. તેમાં એક બસથી બીજી બસને ધક્કો માર્યો હતો.
વાદળી સિટી બસ બંધ પડી હતી
બસમાં મુસાફરોની હાજરી વચ્ચે બસ ચાલકે સ્ટન્ટ કરતા મુસાફરોના જીવ પડિકે બંધાયા હતા. જેમાં વાદળી સિટી બસ બંધ પડી હતી. તેમાં એક બસ બંધ પડતા બીજી બસે ધક્કો માર્યો હતો. તેમાં ટો-વેનની જગ્યા બીજી બસે ધક્કો મારતા બસમાં બેસેલા પ્રવાસીઓનો જીવ જોખમમાં મુક્યો હતો. જેમાં નાનપુરા વિસ્તારનો વીડિયો વાયરલ થયો છે.