- લીંબાયતના નિલગિરી મેદાનમાં યોજાયો દરબાર
- દરબાર માટે પોલીસ સાથે ખાનગી સિક્યોરિટી
- સુરતમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા
શુક્રવારે સુરતમાં બાબા બાગેશ્વર ધામનો દિવ્ય દરબાર યોજાયો હતો. દરબારમાં ભાગ લેવા માટે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. દિવ્ય દરબાર માટે બપોરથી જ લોકો કાર્યક્રમ સ્થળ પર આવી રહ્યા હતા. સુરતના લીંબાયતના નિલગિરી ગ્રાઉન્ડમાં દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરક્ષા વ્યવસ્થા માટે SRP સહિત ખાનગી સિક્યોરિટી રાખવામાં આવી હતી.
દરબાર માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત
સુરતમા બે દિવસ સુધી આ દરબાર યોજાવા જઈ રહ્યો છે. આ સાથે જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ કરવામાં આવ્યો છે અને આ બંદોબસ્તની વચ્ચે આ દરબાર યોજાયો હતો. બાબા ધીરેદ્ર શાસ્ત્રીએ દરબારના સ્થળ સુધી એક રોડ શો પણ કર્યો હતો.