- બસ ડ્રાઇવર અકસ્માત થાય તેવી રીતે બસ ચલાવતો
- રસ્તા વચ્ચે જ મેયર બસ અટકાવીને કરી કાર્યવાહી
- બેદરકારીથી બસ ચલાવનાર ડ્રાઇવરને કર્યો સસ્પેન્ડ
સુરતમાં સતત બીઆરટીએસ અને સીટી બસ ચાલક દ્વારા અકસ્માતની ઘટના બનતી રહે છે. હવે આ મામલે તંત્ર જાગૃત થયું છે અને પગલાં ભરવામાં આવ્યા છે. સુરતના પાલનપુર પાટિયા વિસ્તારમાં પુર ઝડપે રીસ્કી રીતે બસ હંકારનાર બીઆરટીએસ બસના ડ્રાઇવરને મેયરએ અટકાવ્યો હતો. જેમાં બસ ડ્રાઇવર અકસ્માત થાય તેવી રીતે બસ ચલાવતો હોવાથી અધિકારીને જાણ કરી ડ્રાઇવર સામે પગલાં ભરવા તાકીદ કરી હતી.
રસ્તા વચ્ચે જ મેયર બસ અટકાવીને કરી કાર્યવાહી
સુરત પાલિકાની સીટી બસ અને બીઆરટીએસ બસ છેલ્લા ઘણા વખતથી અકસ્માત કરી રહી છે. આવા અકસ્માત રોકવા માટે ડ્રાઇવરોને તાલીમ પણ આપવામાં આવે છે તેમ છતાં અકસ્માતમાં ઘટાડો થતો નથી. બીઆરટીએસ અને સિટી બસના ડ્રાઇવરો પૂર ઝડપે બસ હંકારતા હોવાથી સતત અકસ્માતનો ભય રહેલો છે આવું જ એક બનાવો આજે પાલનપુર પાટિયા વિસ્તારમાં બનતા બનતા રહી ગયો હતો.
પાલનપુર પાટિયા વિસ્તારમાં બીઆરટીએસના ચાલકે પૂર ઝડપે બસ દોડાવતો હોવાનું મેયર હેમાલી બોગાવાળાએ જોયું હતું. મેયરની ગાડીમાં આ ગફલત ભરી રીતે બસંકારનારનો પીછો કરવામાં આવ્યો હતો. અને મેયરએ એક જગ્યાએ બસ ઊભી રખાવીને ડ્રાઇવરનો ઉઘડો લીધો હતો.
બેદરકારીથી બસ ચલાવનાર ડ્રાઇવરને કર્યો સસ્પેન્ડ
આ અંગે મેયર હેમાલી બોગાવાળાએ જણાવ્યું હતું કે, તરફ જઈ રહી હતી ત્યારે બીઆરટીએસ બસનો ચાલક ઓવર સ્પીડમાં ગાડી ચલાવી રહ્યો હતો. તેની સ્પીડ અને રિસ્કિ ડ્રાઇવિંગ જોઈ અકસ્માત થાય તેવું લાગતા મેં તેનો પીછો કર્યો હતો. સોના હોટલની બહાર બીઆરટીએસ રૂટમાં અમે બસ ઊભી રાખી દીધી હતી ત્યારબાદ તેની બસ ચલાવવાની ઢબ અંગે તેને સૂચના આપવામાં આવી હતી. ઉપરાંત આવી જોખમી રીતે બસ ચલાવનાર ડ્રાઇવર સામે આકરા પગલાં ભરવા માટે અધિકારીઓને જાણ કરવામાં આવી છે. જેના પર આખે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે