- આપઘાતનો પ્રયાસ કરતા હોસ્પિટલ ખસેડાઈ
- અગાઉ પતિ-પત્નીનો બે બાળકોનો આપઘાત
- હાલમાં 1 દીકરો જીવિત છે જ્યારે દીકરી હોસ્પિલમાં
ગુરૂવારે હજી સુરતના સરથાણા વિસ્તારમાં મોરડિયા પરિવારના ચાર સભ્યએ બે દિવસ પહેલાં ઝેરી દવા પીને આપઘાત કરી જીવન ટૂકાવ્યું હતું. ત્યારે પરિવારમાંથી એક દીકરો અને મોટી દીકરી બચી ગયાં હતાં. હવે આ મોટી દીકરીએ પણ આપઘાતનો પ્રયાસ કર્યો છે, જેથી તેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.
માતા-પિતા અને ભાઈ-બહેને કર્યો હતો આપઘાત
સુરતના યોગીચોક પાસે વિજયનગરમાં રહેતા વિનુ મોરડિયા, તેમની પત્ની શારદાબેન, પુત્ર ક્રિશ અને પુત્રી ટીનાએ એકસાથે ઝેરી દવા પી આત્મહત્યા કરી હતી. વિનુ મોરડિયાએ આત્મહત્યા કરતાં પહેલાં પોતાના મોટા ભાઇને ફોન કરીને ઘરનો સૌથી મોટો પુત્ર પાર્થ તેમજ પુત્રી રુચિતાનું ધ્યાન રાખવા માટે કહ્યું હતું.
આ દરમિયાન પોલીસ નિવેદનો નોંધી રહી છે, ત્યારે જ જ મોરડિયા પરિવારના વધુ એક સભ્ય એવી મોટી દીકરી રુચિતાએ પણ આપઘાતનો પ્રયાસ કર્યો છે. હાલ તો તેને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. પરિવારના વધુ એક સભ્યએ પણ આપઘાતનો પ્રયાસ કરતાં પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો છે.
પોલીસ કરી રહ્યું છે તપાસ
સરથાણા પોલીસના જણાવ્યા પ્રમાણે, મોરડિયા પરિવારની મોટી દીકરી રુચિતાએ આજે બાથરૂમમાં ફિનાઇલ ગટગટાવી લીધું હતું, જેની જાણ થતાં પરિવારજનો તાત્કાલિક તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ પણ હોસ્પિટલ દોડી ગઈ હતી. હાલ તો ડિપ્રેશનમાં આ પગલું ભર્યું હોવાનું અનુમાન છે. આ દરમિયાન પોલીસે આ કેસમાં સ્થાનિકો તેમજ તેના તેમના મોટા ભાઇ સહિત પરિવારના અન્ય સભ્યોનાં નિવેદનો લેવાનું શરૂ કર્યું હતું.
સુરતના રત્નકલાકારે આર્થિક સંકડામણના કારણે પરિવાર સાથે અંતિમ પગલું ભર્યું હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જ્યારે મોટો એક દીકરો મિત્રની સાથે ગયો હતો જ્યારે એક દીકરી માસીના ઘરે ગઈ હતી. આથી આ બન્ને બચી ગયાં છે. રત્નકલાકારે દવા પીધા બાદ કૌટુંબિક ભાઈને ફોન કરી કહ્યું હતું કે, મારા દીકરા અને દીકરીને સાચવી લેજે.